મુંબઇઃ અમિતાભ બચ્ચને શનિવારે એક ટ્વીટ કર્યું હતું, જે પોતાના પહેલા ટ્વીટની એક કરેક્શન નોટ હતી. જોકે, 18 એપ્રિલના દિવસે બિગ બીએ પોતાના ટ્વીટ પર એક લૉકડાઉન જોક શેર કર્યો હતો. આ ટ્વીટ ખાસ રીતે તે લોકો માટે હતા, જે આ લૉકડાઉનને ગંભીરતાથી લઇ રહ્યા નથી. 77 વર્ષીય અભિનેતાએ ટ્વીટમાં લખ્યું હતું કે, "ટી 3405 સારું, એક વધુ વાત છે કે આ દિવસો... જ્યારે ફોન આવે ત્યારે એમ પણ ના કહી શકીએ કે, સાહેબ ઘરમાં નથી..." પોસ્ટની સાથે એક ફની ઇમોજી પણ શેર કરી હતી.
-
T 3405 - .... अच्छा , एक और बात तय है , इन दिनों ... जब फ़ोन आए , तो ये भी नहीं कहा जा सकता की ' साहेब घर में नहीं है ' !!!😜 pic.twitter.com/NisaBoIO6p
— Amitabh Bachchan (@SrBachchan) April 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">T 3405 - .... अच्छा , एक और बात तय है , इन दिनों ... जब फ़ोन आए , तो ये भी नहीं कहा जा सकता की ' साहेब घर में नहीं है ' !!!😜 pic.twitter.com/NisaBoIO6p
— Amitabh Bachchan (@SrBachchan) April 17, 2020T 3405 - .... अच्छा , एक और बात तय है , इन दिनों ... जब फ़ोन आए , तो ये भी नहीं कहा जा सकता की ' साहेब घर में नहीं है ' !!!😜 pic.twitter.com/NisaBoIO6p
— Amitabh Bachchan (@SrBachchan) April 17, 2020
આ ટ્વીટ પર બિગ બીએ ટી 3405 નંબર લખ્યો હતો, જે ખોટો હતો. હવે તેને ધ્યાને આવ્યું કે, આ નંબર ખોટો છે. તેમણે વધુ એક ટ્વીટ કર્યું અને જેમાં લખેલું હતું કે, 'કરેક્શન આ ટી 3504.'
જે બાદ કેટલાય લોકોએ તેના ટ્વીટ પર પ્રતિક્રિયા આપવાનું શરુ કર્યુ હતું. એકે લખ્યું કે, વાસ્તવમાં કોઇ પણ ફર્ક પડતો નથી, તો બીજાએ લખ્યું કે, સ્પષ્ટતા આપવાની કોઇ જરુર નથી. જો કે, બિગ બી સાથે પ્રેમ કરનારાની સંખ્યા ટીકા કરનારા લોકોની સંખ્યા કરતા 10 ગણી વધુ છે. તેના આ ટ્વીટને પણ તેના ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. બિગ બી હંમેશા પોતાના ટ્વીટર પર નંબર લખે છે. તમે અભિનેતાની દરેક પોસ્ટ પહેલા ટી-એક્સએક્સએક્સ જોવે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો બિગ બી જલ્દી જ રણબીર કપૂર અને આલિયા ભટ્ટન સાથે અપકમિંગ ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે.