મુંબઇઃ બૉલિવૂડના ફેમસ કલાકાર ઋષિ કપૂરે 30 એપ્રિલે દુનિયાને અલવિદા કહ્યું હતું. જેનાથી તેના ફેન્સ અને પરિવાર સદમામાં છે. સમગ્ર દેશમાં આ સમાચારથી શોકનો માહોલ છવાયો છે.
એવામાં અમિતાભ બચ્ચને ઋષિજીને યાદ કરતા એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે આંસુ ભરેલી આંખોથી તેમની સાથે વિતાવેલી પળોને યાદ કરતા જોવા મળ્યા હતા.
બિગ બી વીડિયોમાં ખૂબ જ ભાવુક જોવા મળી રહ્યા છે. તેમના અવાજમાં ઋષિના જવાના દુઃખને જાણી શકાય છે. તો એ પ્રયાસ પણ જોઇ શકાય કે, ક્યાંક કેમેરાની સામે તેમની આંખોમાંથી આસુ ન છલકાય જાય. આ વીડિયોમાં અમિતાભ બચ્ચન ઋષિના આરકે સ્ટૂડિયોવાળા દિવસોને યાદ કરતાં કહે છે કે, તેમણે ઋષિ કપૂરને ચેમ્બૂરમાં એક ઉર્જાવાન, ચંચળ અને યુવાન રુપમાં જોયા હતા.
-
T 3520 - In Memoriam .. pic.twitter.com/zIlVUn3qpg
— Amitabh Bachchan (@SrBachchan) May 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">T 3520 - In Memoriam .. pic.twitter.com/zIlVUn3qpg
— Amitabh Bachchan (@SrBachchan) May 3, 2020T 3520 - In Memoriam .. pic.twitter.com/zIlVUn3qpg
— Amitabh Bachchan (@SrBachchan) May 3, 2020
બિગ બી આગળ જણાવે છે કે, જ્યારે મને રાજ જી (રાજ કપૂર)ના ઘરે આમંત્રિત કરવામાં આવ્યો હતો, પરંતુ તે મોટા ભાગે આર કે સ્ટૂડિયોમાં મળતા હતા. જ્યાં તે બૉબીની તૈયારી કરી રહ્યા હતા. આરકે સ્ટૂડિયોના ફર્સ્ટ ફ્લોરના કૉરિડોરના અંતમાં સ્થિત રાજજી ના મેકઅપ રુમમાં તે રિહર્સલ કરતા હતા. અમિતાભ યાદ કરતા કહે છે કે, ઋષિ કપૂરનો આત્મવિશ્વાસ અને દ્રઢ નિશ્ચયથી ભરેલી ચાલ જોઇને તેમને તેના દાદાજી પૃથ્વીરાજ કપૂરની યાદ આવી જતી હતી.
બિગ બીએ આ વીડિયોમાં વધુ જણાવતા કહ્યું કે, તેમણે ઋષિ કપૂર સાથે સાત ફિલ્મોમાં કામ કર્યું છે અને સેટ પર તે કેવી મસ્તી કરતા હતા. તેમની સાથે કાર્ડગેમ રમવું એ માત્ર ગેમ ન હતી, પરંતુ તે પુરી નિષ્ઠાથી રમતા હતા. આ વીડિયોના અંતમાં અમિતાભ કહે છે કે, તેમણે પુરો વિશ્વાસ છે કે, અંતિમ સમયમાં તેના ચહેરા પર તે જ સરળ હાસ્ય હશે.
જો કે, અમિતાભ બચ્ચને આ પહેલા પોતાના બ્લોગ પર પણ ઋષિ સાથે જોડાયેલી યાદો શેર કરી હતી.
અમિતાભના આ વીડિયો પર ફિલ્મ નિર્માતા કૃણાલ એલ્બોએ લખ્યું છે કે, હું જોઈ શકું છું કે તમે તમારા આંસુ રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. દરેક શબ્દ અને વાક્ય ભાવનાથી ભરેલા છે. તમારો તેમના માટેનો પ્રેમ અને તમે તેમને કેટલું યાદ કરશો તે સ્પષ્ટ દેખાય છે.
તમને જણાવીએ કે, આજે 4 મે છે અને અમિતાભ અને ઋષિની છેલ્લી ફિલ્મ 102 નોટ આઉટ રિલીઝ થયાને બે વર્ષ થયા છે. નસીબ, અમર અકબર એન્થોની, કુલી, અજુબા, દિલ્હી -6 અને 102 નોટઆઉટમાં પણ આ બંનેએ સાથે કામ કર્યું હતું.