મુંબઈ : મહાનાયક અમિતાભ બચ્ચન આંખોની સમસ્યાથી પરેશાન હોય એવું લાગી રહ્યું છે. બચ્ચને પોતાના બ્લૉગ પર લખ્યું છે કે, ક્યારેક ક્યારેક તેમને ધૂંધળુ દેખાય છે, તો ક્યારેક વસ્તુઓ ડબલ દેખાય છે.
અભિનેતાએ જૂના દિવસો યાદ કરીને કહ્યું કે, 'જ્યારે પણ તેમની આંખોમાં તકલીફ થતી હતી તો તેમની માતા ઘરેલુ ઉપચાર કરતી હતી.'
બચ્ચને કહ્યું કે, 'તેમની માતા સાડીના પલ્લૂને ગોળ બનાવી ગરમ વરાળથી તેમની આંખોમાં સેક કરતી હતી...સમસ્યા ખતમ...તો ગરમ પાણીનો નેપકિન મારી આંખો ઉપર છે.'
બચ્ચને કહ્યું કે, 'ડૉક્ટરે કહ્યું છે કે, વધારે સમય કૉમ્પ્યુટરની સામે રહેવાથી આ સમસ્યા થઈ છે, પરંતુ ગભરાવવાની કોઈ જરૂર નથી. બસ આંખોમાં ડ્રૉપ નાંખવાના છે. ડૉક્ટરે મને આશ્વાસન આપ્યું છે કે, હું આંધળો નહિ થાઉં.'