મુંબઇ: અભિનેત્રી ભૂમિ પેડનેકરે જણાવ્યું છે કે, ગણપતિની ઉજવણી માટે કેટલીય રીતો છે. આપણે પર્યાવરણની સુધારવા માટે ઇકોફેન્ડલી મૂર્તિ પસંદ કરીએ. ભૂમિ પેડનેકર એક પર્યાવરણ કાર્યક્રતા છે. તેણે જણાવ્યું કે, આ મારો ફેવરીટ તહેવાર છે અને આ તહેવાર હું મારા પરિવાર સાથે વર્ષોથી ઉજવી રહી છું.
હાલ જ્યારથી મને જળવાયુ સંરક્ષણ વિશે સમજાયું છે કે, પ્રકૃતિ જ ભગવાન છે, ભગવાન જ પ્રકૃતિ છે. આપણે વધુ સારા વિકલ્પો શોધવાની જરૂર છે." આ સંદેશને ફેલાવા માટે ભૂમિએ મહારાષ્ટ્રના મૂર્તિકાર અને પર્યાવરણ કાર્યકર્તા દત્તાદ્રી સાથે હાથ મિલાવ્યા છે.
દત્તાદ્રી મૂર્તિઓની અંદર વૃક્ષના બીજની સાથે મૂર્તિઓ બનાવવામાં જાણકાર છે. આ તહેવાર પૂર્ણ થતાં તે મૂર્તિને માટીના કૂ્ંડામાં વિસર્જિત કરાય છે. ભૂમિ ઘર પર ગણપતિની મૂર્તિઓ બનાવીને અપલોડ કરશે, જે પર્યાવરણ અનૂકૂળ હશે.
અભિનેત્રીએ જણાવ્યું કે, "હું આશા કરૂ છું કે, આગળની પેઢી સુધી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ ફેલાવા માટે લોકો ઉપાય કરે. હું આશા રાખું છું કે લોકો આવા પર્યાવરણને અનુકૂળ વિકલ્પો પસંદ કરવા પ્રેરાશે. આ આપણા દેશની રક્ષા કરવાનો આ એક ક્રાંતિકારી વિચાર છે."