ETV Bharat / sitara

Bachhan Pandey Trailer Release Date: ફિલ્મ બચ્ચન પાંડેને લઇને આવ્યા સમાચાર, જાણો... - ફિલ્મ 'બચ્ચન પાંડે રિલીઝ ડેટ

અક્ષય કુમારની ફિલ્મ 'બચ્ચન પાંડે'નું ટ્રેલર જલ્દ રિલીઝ (Bachhan Pandey Trailer Release Date) થવા જઇ રહ્યું છે. આ ફિલ્મમાં કૃતિ સેનન, જેકલીન ફર્નાન્ડીઝ અને અરશદ વારસી જોવા મળશે. અક્ષયની આ ફિલ્મનું (Akshay Kumar Upcoming Films) ટ્રેલર નિર્માતા સાજિદ નડિયાદવાલાના જન્મદિવસ પર રિલીઝ કરવામાં આવશે. વાંચો અહેવાલ..

Bachhan Pandey Trailer Release Date: ફિલ્મ બચ્ચન પાંડેને લઇને આવ્યા સમાચાર, જાણો...

author img

By

Published : Feb 15, 2022, 1:23 PM IST

ન્યૂઝ ડેસ્ક: કોરોના દરમિયાન ઘણા બોલિવૂડ સ્ટાર્સની ફિલ્મો કાં તો મુલતવી રાખવામાં આવી હતી અથવા તો સ્થગિત કરવી પડી હતી, પરંતુ આ સમયગાળા દરમિયાન અક્ષય કુમારે (Akshay Kumar Upcoming Films) જે ઝડપે ફિલ્મોમાં કામ કર્યું છે તે જોવા જેવું છે. ટૂંક સમયમાં અક્ષય કુમાર 'બચ્ચન પાંડે'ના અવતારમાં જોવા મળશે. અક્ષય કુમારની આગામી ફિલ્મ 'બચ્ચન પાંડે'નું ટ્રેલર 18 ફેબ્રુઆરીએ રિલીઝ (Bachhan Pandey Trailer Release Date) થશે. નિર્માતાઓએ ટ્રેલર રિલીઝની તારીખ સાથે ફિલ્મનું નવું પોસ્ટર પણ રિલીઝ કર્યું છે, જેમાં અક્ષય કુમાર ખતરનાક અંદાજમાં જોવા મળી રહ્યો છે.

અક્ષય કુમારના મૂવી લુક્સ ચાહકોમાં સતત ટ્રેન્ડ

છેલ્લા કેટલાક વર્ષોમાં, અક્ષય કુમારના મૂવી લુક્સ ચાહકોમાં સતત ટ્રેન્ડ બની રહ્યા છે. આ સ્થિતિમાં નિર્માતા સાજિદ નડિયાદવાલાની આગામી ફિલ્મ 'બચ્ચન પાંડે'ના નવા પોસ્ટરમાં પણ આવો જ લુક જોવા મળ્યો છે. બચ્ચન પાંડેમાં અક્ષય કુમાર સાથે કૃતિ સેનન, જેકલીન ફર્નાન્ડીઝ અને અરશદ વારસી જોવા મળશે.

આ પણ વાંચો: હ્રતિક રોશનની રૂમર્ડ ગર્લફ્રેંડના કર્યાં એક્સ વાઇફ સુઝાન ખાને વખાણ

જાણો આ ફિલ્મ ક્યારે થશે રિલીઝ

આ ફિલ્મ 18 માર્ચે થિયેટર સ્ક્રીન પર (Film Bachhan Pandey Release Date) આવવાની છે, તેથી નિર્માતાઓએ આજે મંગળવારે ​​એક્શન કોમેડીમાંથી અક્ષયનો નવો લુક રિલીઝ કર્યો છે તેમજ રિલીઝના એક મહિના પહેલા 18 ફેબ્રુઆરીએ ટ્રેલર લોન્ચ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. અક્ષયની આ ફિલ્મનું ટ્રેલર નિર્માતા સાજિદ નડિયાદવાલાના જન્મદિવસ પર કરવામાં આવશે. 'એન્ટરટેનમેન્ટ', 'હાઉસફુલ 3' અને 'હાઉસફુલ 4' પછી અક્ષય કુમાર ચોથી વખત સાજિદ નડિયાદવાલાની 'બચ્ચન પાંડે' ફરહાદ સામજી સાથે કામ કરતો જોવા મળશે. જોવાનું એ રહેશે કે અક્ષયનું આ તીર કેટલું ફિટ બેસે છે.

આ પણ વાંચો: Randhir Kapoor Birthday: રણઘીર કપૂરનો આજે 75મો બર્થડે, કરીના કપૂરે કહ્યું...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.