- ઈરફાનના પુત્ર બાબિલે લીધો COVID રસીનો પ્રથમ ડોઝ
- બાબિલ ફિલ્મ 'કાલા'થી ફિલ્મી દુનિયામાં પગલા માંડશે
- કેન્દ્ર સરકાર ચલાવી રહ્યું છે રસીકરણ અભિયાન
મુંબઈ: અભિનેતા ઈરફાન ખાનના પુત્ર બાબિલ ખાને Covid-19 રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. ઈન્સ્ટાગ્રામ (Instagram) પોસ્ટમાં નવોદિત કલાકારે જણાવ્યું કે, તેને રસી (vaccine)લઈ લીધી છે અને ત્રણ કલાક બાદ પણ તેની કોઈ પ્રતિકૂળ અસર જોવા મળી નથી.
ઈરફાનના પુત્ર બાબિલે લીધો COVIDનો પ્રથમ ડોઝ
તેઓએ પોતાનો એક ફોટો શેર કરતા કહ્યું કે, તેને રસી લઈ લીધી છે અને ત્રણ કલાક બાદ પણ તેની કોઈ પ્રતિકૂળ અસર જોવા મળી નથી. તેણે પોસ્ટમાં લખ્યું કે સોઈ તેને પસંદ નથી.
આ પણ વાંચો: અનુષ્કા શર્મા પોતાના પ્રોડક્શન બેનર હેઠળ ઇરફાનના પુત્ર બાબીલને લોન્ચ કરશે
બાબિલ ફિલ્મ 'કાલા'થી ફિલ્મી દુનિયામાં પગલા માંડશે
બાબિલ નેટફ્લિક્સ (Netflix)ની ફિલ્મ 'કાલા'થી અભિનેત્રી તૃપ્તિ ડિમરી સાથે ફિલ્મી દુનિયામાં પગલા માંડી રહ્યા છે.
કેન્દ્ર સરકાર ચલાવી રહ્યું છે રસીકરણ અભિયાન
કેન્દ્ર સરકારે આ વર્ષે માર્ચમાં 60 વર્ષથી વધુ વયના લોકો અને ગંભીર બિમારીથી ગ્રસ્ત 45 વર્ષથી ઉપરના લોકો માટે રસીકરણ અભિયાન શરૂ કર્યું હતું. આ પછી 1 મેથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે 18-44 વર્ષના લોકો માટે રસીકરણ અભિયાન (Vaccination campaign)ને લીલીઝંડી આપી છે.
આ પણ વાંચો: ઇરફાનના પુત્ર બાબિલે કર્યો ખુલાસો, ભારતીય સિનેમાની કઇ પરિસ્થિતિ સામે લડી રહ્યા તેમના પિતા
મહારાષ્ટ્રમાં બુધવારના રોજ Covid-19ના 15,169 નવા કેસ સામે આવ્યા
મહારાષ્ટ્રમાં બુધવારના રોજ Covid-19ના 15,169 નવા કેસ સામે આવ્યા હતા. જેના બાદ રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 57,76,184 થઈ ગઈ હતી.