ETV Bharat / sitara

'બાહુબલીઃ ધ બિગનિંગ' ફિલ્મને 6 વર્ષ થયા પૂર્ણ, પ્રભાસે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો ફોટો - 'Baahubali: The Beginning' film

હિન્દી સિનેમાની બ્લોકબસ્ટર અને સુપરહિટ ફિલ્મ 'બાહુબલીઃ ધ બિગનિંગ'(Baahubali: The Beginning)ને આજે 6 વર્ષ પૂર્ણ થયા છે. 10 જુલાઈ 2015ના દિવસે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. કોઈ પણ વ્યક્તિ કદાચ એવો નહીં હોય, કે જે આ ફિલ્મથી પરિચિત નહીં હોય અને આ ફિલ્મ નહીં જોઈ હોય. બાહુબલી(Baahubali)ના બન્ને પાર્ટ ખૂબ જ સુપરહિટ થયા હતા. ત્યારે ફિલ્મના મુખ્ય અભિનેતા પ્રભાસે(Actor Prabhas) ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરીને બાહુબલી(Baahubali) ફિલ્મના 6 વર્ષ પૂર્ણ થતા ખુશી વ્યક્ત કરી છે.

'બાહુબલીઃ ધ બિગનિંગ' ફિલ્મને 6 વર્ષ થયા પૂર્ણ

author img

By

Published : Jul 10, 2021, 1:49 PM IST

Updated : Jul 10, 2021, 2:06 PM IST

  • સુપરહિટ ફિલ્મ 'બાહુબલીઃધ બિગનિંગ'ને આજે 6 વર્ષ પૂર્ણ થયા
  • અભિનેતા પ્રભાસે ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરી વ્યક્ત કરી ખુશી
  • આ ફિલ્મના ડાયલોગ્સ આજે પણ લોકોને મોઢે યાદ છે

અમદાવાદઃ નિર્દેશક એસ. એસ. રાજામૌલી નિર્દેશિત ફિલ્મ 'બાહુબલીઃ ધ બિગનિંગ'(Baahubali: The Beginning)ને આજે 6 વર્ષ પૂર્ણ થયા છે. વર્ષ 2015માં આ ફિલ્મ રિલીઝ થતા જ સુપરહિટ સાબિત થઈ હતી.

'બાહુબલીઃ ધ બિગનિંગ' ફિલ્મને 6 વર્ષ થયા પૂર્ણ
'બાહુબલીઃ ધ બિગનિંગ' ફિલ્મને 6 વર્ષ થયા પૂર્ણ

આ પણ વાંચોઃ 'બાહુબલી -2' ના ત્રણ વર્ષ પૂર્ણ, પ્રભાસે ચાહકોનો આભાર માન્યો

આ ફિલ્મના ડાયલોગ્સ આજે પણ લોકોને મોઢે યાદ છે

આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં પ્રભાસ(Prabhas), રાણા દગુબતી, અનુસ્કા શેટ્ટી, રામ્યા ક્રિષ્નન, તમન્ના, સત્યરાજ, નાસર જેવા દિગ્ગજ કલાકારો જોવા મળ્યા હતા. આ ફિલ્મના ડાયલોગ્સ આજે પણ લોકોને મોઢે યાદ છે. ત્યારે અભિનેતા પ્રભાસે(Prabhas) ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરીને ફિલ્મને 6 વર્ષ પૂર્ણ થતા ખુશી વ્યક્ત કરી છે.

બાહુબલી ફિલ્મમાં પહેલા ભાગમાં પૂત્રની તો બીજા ભાગમાં પિતાની સ્ટોરી કહેવાઈ છે

'બાહુબલીઃ ધ બિગનિંગ' (Baahubali: The Beginningઆ ફિલ્મ એટલે ખાસ છે. કારણ કે, આ બાહુબલી(Baahubali) સિરીઝનો પહેલો ભાગ છે. આ ફિલ્મ 'બાહુબલીઃ ધ બિગનિંગ'માં મહેન્દ્ર બાહુબલી એટલે કે અમરેન્દ્ર બાહુબલીના પૂત્રની વાર્તા કહેવામાં આવી છે. જ્યારે તેના 2 વર્ષ પછી આવેલી 'બાહુબલીઃ ધ કન્ક્લૂઝન'માં મહેન્દ્ર બાહુબલીના પિતા અમરેન્દ્ર બાહુબલી(Baahubali) ની વાર્તા કહેવામાં આવી હતી.

આ પણ વાંચોઃ કોરોના વાઈરસ પ્રભાવિતોને મદદ કરવા "બાહુબલી"એ દાન કરી આટલી મોટી રકમ

આ ફિલ્મમાં 60 ટકા કામ ગ્રાફિક્સે કર્યું છે

આ ફિલ્મમાં કરવામાં આવેલા ગ્રાફિક્સ વર્કના ખૂબ જ વખાણ થયા હતા. આ ફિલ્મમાં 60 ટકા કામ ગ્રાફિક્સે કર્યું છે. આ ફિલ્મમાં જોરદાર વીએફએક્સ, પ્રભાસ અને તમન્નાની કેમિસ્ટ્રી, એસ.એસ. રાજામૌલીનું લેખન નિર્દેશન, તમામ કલાકારોની જોરદાર એક્ટિંગ, ફિલ્મનું સંગીત હોવાના કારણે ફિલ્મ સુપરહિટ થઈ હતી.

Last Updated : Jul 10, 2021, 2:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.