zee સ્ટૂડિયોઝ ઇન્ટરનેશનલ જે ફિલ્મના ગ્લોબલી ડિસ્ટ્રિબ્યૂટ કરે છે. તે ફિલ્મને હોંગકોંગમાં રિલીઝ કરવા માટે એમએમ 2 સાથે પાર્ટનરશિપ કરી છે. ડ્રીમ ગર્લમાં આયુષ્યમાન ખુરાના એક છોકરીના આવજમાં વાતો કરતા જોવા મળે છે. જે છોકરીની આવાજમાં સમગ્ર શહેરમાં લોકો સાથે વાત કરે છે. જેથી લોકો તેના દિવાના બની જાય છે.
રાજ શાન્ડિલ્ય દ્વારા નિર્દેશિત આ ફિલ્મ એક કોમેડી ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મમાં હોંગકોંગમાં રિલીઝ થવાની વાત પર ZEEના ગ્લોબલ હેડે કહ્યું કે, ડ્રીમ ગર્લની સ્ટોરી ખુબ સારી છે. ફિલ્મે આ વર્ષે સૌથી મોટી એન્ટરટેન્મેન્ટ ફિલ્મ રૂપે સામે આવી છે.