મુંબઇઃ અભિનેતા રિતેશ દેશમુખ પોતાના દિવંગત પિતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન વિલાસરાવ દેશમુખની બાયોપિક બનાવવાની આશા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, 'આ એક વ્યક્તિની ચમત્કારી યાત્રામાંથી એક છે. તેમણે એક સરપંચના (ગ્રામ સભાના પ્રમુખ) રુપે શરૂઆત કરી હતી અને એક રાજ્યના મુખ્યપ્રધાન બન્યા હતા. કેટલી વખત લોકોએ તેમના જીવન વિશે સ્ક્રિપ્ટ લખી છે અને મને પૂછ્યું હતું, પરંતુ ફિલ્મ બનાવવી તેટલી સરળ નથી.'
તેમણે વધુમાં કહ્યું કે, 'જ્યારે કોઇ વિષય તમારા દિલના ખૂબ જ નજીક હોય, ત્યારે તમે નિષ્પેક્ષતાને ભૂલી જાઓ છો. તમે બસ માની લો કે, હું તેમના જીવન પર એક ફિલ્મ બનાવું છું અને લોકો કહે છે કે, મેં તેમના વિશે માત્ર સારી ચીજો બતાવી છે અને તેમના જીવનના બીજા પક્ષને બતાવ્યો નથી. જો અન્ય કોઇ તેને બતાવે છે, તો હું કહીશ કે તે તેવા નથી, તે ક્યારેય પણ આવી વાત કરી નથી અને અમુક વસ્તુઓ તેમના જીવનમાં ક્યારેય થઇ નથી. જેથી જ્યારે તમે ફિલ્મો બનાવો છો ત્યારે હંમેશા તે વિષયના અભિપ્રાયમાં અંતર હશે.'
અભિનેતાએ કહ્યું કે, 'જ્યારે તમે કોઇના જીવન પર એક પુસ્તક લખો છો, ત્યારે તમે 500 અથવા 600 પેઝ લખી શકો છો, પરંતુ બે કલાકની ફિલ્મોમાં કોઇ વ્યક્તિના જીવનના તમામ પાસાઓને રજૂ કરવા ખૂબ મુશ્કેલ હોય છે. જો તમે સફળ થતા નથી તો બાયોપિક કંટાળાજનક બની જાય છે.'
વાત કરીએ વર્ક ફર્ન્ટની તો રિતેશ છેલ્લે સિદ્ધાર્થ મલ્હોત્રા અને તારા સુતારિયાની સાથે 'મરજાવાં'માં જોવા મળ્યા હતા. હવે તે 'બાગી 3'માં જોવા મળશે. 41 વર્ષીય સ્ટારને 'હાઉસફુલ 5' અને ઐતિહાસિક ડ્રામા 'છત્રપતિ શિવાજી' માટે પણ લેવામાં આવ્યા છે.