ETV Bharat / sitara

211 સિંગર્સ સાથે મળીને આશાજીએ ગાયું આ ગીત, લતાજી અને PM મોદીએ કર્યા વખાણ - લોકડાઉન ગીત

કોરોના વાઇરસને કારણે સમગ્ર દેશ એક મુશ્કેલીના સમયમાંથી પસાર થઇ રહ્યો છે. એવામાં લોકોનો ઉત્સાહ વધારવા માટે દેશભરના 211 લોકપ્રિય સિંગર્સ સાથે મળીને એક ગીત તૈયાર કરવામાં આવ્યું છે, જે ખરાબ પરિસ્થિતિમાં લોકો વચ્ચે ઉત્સાહ ભરવાનું કામ કરશે. આ ગીતનું પુરું નામ 'વન નેશન વન વોઇસ- જયતુ જયતુ ભારતમ' છે. પ્લેબેક સિંગર લતા મંગેશકરજીએ આ ગીતની લિંક પોતાના ટ્વીટર પર શેર કરી છે. તેમના ટ્વીટને પીએમ નરેન્દ્ર મોદીએ પણ રીટ્વીટ કર્યું છે.

Etv Bharat, Gujarati News, Asha Bhosle unites with 200 singers for new song amid lockdown
Asha Bhosle unites with 200 singers for new song amid lockdown
author img

By

Published : May 18, 2020, 2:23 PM IST

મુંબઇઃ કોવિડ 19 મહામારીથી સંક્રમણ રોકવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે.

જેનાથી સૌથી વધુ મુશ્કેલીનો સામનો શ્રમિકો કરી રહ્યા છે. શહેરથી મીલો દૂર પોતાના ગામ તરફ પરત ફરવા પગપાળા ચાલી રહ્યા છે.

આ સમયે સમગ્ર દેશની અર્થવ્યવસ્થા ડગમગી ગઇ છે. એવા મુશ્કેલ સમયમાં લોકોનો ઉત્સાહ વધારવા માટે દેશભરના લોક પ્રિય ગાયકોએ એક ગીત તૈયાર કર્યું છે, જે દેશને આ ખરાબ પરિસ્થિતિમાં લોકો વચ્ચે ઉત્સાહ ભરવાનું કામ કરશે.

  • यह गीत हर किसी को उत्साहित और प्रेरित करने वाला है। इसमें आत्मनिर्भर भारत के लिए सुरों से सजा उद्घोष है। https://t.co/N6qy4BaCfI

    — Narendra Modi (@narendramodi) May 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ ગીતનું પૂરું નામ વન નેશન વન વોઇસ છે - જયતુ જયતુ ભારતમ છે. દિગ્ગજ ગાયક લતા મંગેશકરે ગીત ટ્વિટ કરીને લખ્યું, નમસ્કાર. આઇએસઆરએના અમારા ખૂબ જ પ્રતિભાશાળી 211 કલાકારોએ સ્વનિર્ભર ભારતની ભાવનાથી પ્રેરિત આ ગીતની રચના કરી છે. જે અમે ભારતના લોકોને અને આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પ્રદાન કરીએ છીએ. જયતુ ભારતમ્.

પીએમ મોદીએ પણ લતા જીના આ ટ્વીટને રીટ્વીટ કરી અને આ ગીતની પ્રશંસા કરતા લખ્યું કે,- આ ગીત દરેકને ઉત્સાહિત અને પ્રેરણારૂપ બનાવશે. આમાં આત્મનિર્ભર ભારતનો નાદ છે.

વધુમાં જણાવીએ તો 'જયતુ જયતુ ભારતમ' ગીત દેશભરના 211 પ્રખ્યાત ગાયકો દ્વારા ગાવામાં આવ્યું છે. જેની શરૂઆત ગાયક આશા ભોંસલેથી થાય છે. આ પછી, એસપી બાલાસુબ્રમણ્યમ, સોનુ નિગમ, શંકર મહાદેવન, કૈલાસ ખેર, અનૂપ જલોટા, અનુરાધા પૌડવાલ, કવિતા કૃષ્ણમૂર્તિ, શાન, ઉદિત નારાયણ, પંકજ ઉદાસ, અભિજિત જેવા વધુ પ્રખ્યાત ગાયકો પણ સામેલ છે. આ ગીત પ્રસૂન જોશી દ્વારા લખાયેલા લગભગ 12 ભાષાઓમાં કંપોઝ કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.