કરણી સેનાના આગેવાન અજયસિંહે કહ્યુ કે, કરણી સેનાને હવે આ ફિલ્મથી કોઈ વાંધો નથી. ફિલ્મમાં હીરો છે. તેને બ્રહ્મ સમાજનો દેખાડવામાં આવ્યો છે. ફિલ્મમાં તેનો રોલ પણ ખૂબ જ સારો છે. આ ફિલ્મથી બ્રહ્મ સમાજની ઓળખમાં વધારો થયો છે.આ ફિલ્મથી કોઈ વાંધો નથી. આ ફિલ્મનો વિરોધ અમે અહીં જ પૂર્ણ કર્યો છે.
જ્યારે બ્રહ્મ સમાજના આગેવાન યજ્ઞેશ દવે જણાવ્યુ કે, પહેલાં જ્યારે ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું ત્યારે જય સિંહને બતાવાયા હતા. તે દ્રશ્ય ફિલ્મમાંથી દુર કરવામાં આવ્યુ છે. જેના લીધે અમને આ ફિલ્મથી કોઈ વાંધો નથી. લોકોની લાગણી દુભાય તેવા દ્રશ્યો ફિલ્મમાંથી દુર કરવામાં આવ્યા છે. આ દ્રશ્ય ફરીવાર નાખવામાં ન આવે તેની અપીલ કરીએ છે. આ ફિલ્મમાં પોઝિટિવિટી છે. કોઇપણ સમાજને નીચો બતાવવામાં આવ્યો નથી. આ ફિલ્મના ડિરેક્ટર અનુભવ સિન્હા સાથે પણ અમારી વાત થઈ હતી. તેમણે પણ અમને પહેલા ફિલ્મ જોવાનું કહ્યું હતું. આ ફિલ્મનો વિરોધ અમે અટકાવીએ છે.