ETV Bharat / sitara

અર્જુન કપુરે પીએમ કેયર્સ ફંડ સહિત પાંચ જગ્યાએ આપ્યું દાન

બૉલીવુડ અભિનેતા અર્જુન કપુરે કોરોના વાઇરસ સામે જંગ લડવામાં મદદરૂપ થનાર પીએમ કેયર્સ ફંડ અને સીએમ રિલીફ ફંડ સહિત પાંચ જગ્યાએ દાન આપ્યું છે. અભિનેતાએ આ માહિતી પોતાના ઇન્સ્ટાગ્રામ પર આપી છે.

arjun kapoor
arjun kapoor
author img

By

Published : Apr 6, 2020, 8:06 PM IST

મુંબઈ : કોરોના વાઇરસ સામે સમગ્ર વિશ્વ ઝઝુમી રહ્યું છે, ત્યારે નાનેથી લઈ મોટા તમામ લોકો પોતાની યથાશક્તિ પ્રમાણે દાન કરી રહ્યાં છે. બૉલીવુડ સ્ટાર્સ પણ કોરોના સામે જંગ લડવા સરકારને આર્થિક ટેકો આપી રહ્યાં છે.

બૉલીવુડની અનેક હસ્તીઓએ પીએમ કેયર્સ ફંડ અને સીએમ કેર ફંડમાં દાન આપ્યું છે. આ કડીમાં અર્જુન કપૂરનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતાં અર્જુને લખ્યું છે, 'ભારત હાલમાં સંકટની સ્થિતિમાં છે અને દેશના જવાબદાર નાગરિક તરીકે આપણે આપણા ભારતીય ભાઈ-બહેનોની મદદ કરવી જોઈએ. હું કોઈ જગ્યાએ ફાળો આપીને લોકોની મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. તેથી જ હું પીએમ કેયર્સ ફંડ, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન રાહત ભંડોળ, ભારત આપો, વિશિંગ ફેક્ટરી, ફેડરેશન વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝને દાન કરું છું.'

વધુમાં તેમણે કહ્યું કે, આપણે કોવિડ -19 સામે ત્યારે જ લડી શકીશુ. આપણે બધા સાથે મળી આ જંગ લડીશુ. તેથી હું લોકોને અપીલ કરું છું કે તેઓ આગળ આવે અને તેમના પોતાની શક્તિ પ્રમાણે લોકને મદદ કરે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.