‘પાણીપત’ ફિલ્મમાં અર્જુન કપૂર એક મરાઠા યોદ્ધાની ભૂમિકા ભજવતા દેખાશે. તેમણે શુક્રવારના રોજ ફિલ્મના પ્રથમ પોસ્ટરને રિલીઝ કર્યું.
‘પાણીપત’ ફિલ્મ ત્રીજા યુદ્ધ પર આઘારિત છે. ફિલ્મમાં અર્જુન સદાશિવરાવ ભાઉની ભૂમિકામાં છે જેમણે લડાઈમાં મરાઠા સેનાના સેનાપતિના રુપમાં કામ કર્યું હતું.
આ ફિલ્મમાં સંજય દત્ત પણ છે, જે પાણીપતના ત્રીજા યુદ્ધમાં સદાશિવ રાવના હરીફ અફઘાન કિંગ અહેમદ શાહ અબ્દાલીની ભૂમિકા નિભાવતા જોવા મળશે, જેમાં મરાઠાઓની કારમી હાર થઈ હતી. 'પાણીપત'માં મોટી ઘટનાઓ સામેલ કરશે જે ભારતના ઇતિહાસમાં લડવામાં આવેલી સૌથી મોટી લડતમાંની એક છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
'પાણીપત' કૃતિ સેનોન, પદ્મિની કોલ્હાપુરે, મોહનીશ બહલ, ઝિન્નત અમાન અને મીર સરવર પણ છે. પીરિયડ ડ્રામાનું નિર્દેશન આશુતોષ ગોવારિકર કરી રહ્યા છે. જેમણે 'લગાન', 'જોધા અકબર' અને 'મોહેંજો દરો' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
'પાણીપત' નું સંયુક્ત રીતે નિર્માણ સુનીતા ગોવારીકર અને રોહિત શેલકર દ્વારા કરવામા આવ્યું છે. ફિલ્મ આ વર્ષે 6 ડિસેમ્બરના રોજ થિયેટરોમાં આવશે.