મુંબઈઃ બૉલીવૂડ અભિનેતા અર્જુન કપૂરની ફિલ્મ 'ઈશકજાદે' ને આજે આઠ વર્ષ પૂરા થયા છે. આ ફિલ્મથી અર્જુન કપૂરે બૉલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેમની સાથે પરિણીતી ચોપરા રોમાન્સ કરતી જોવા મળી હતી.
ફિલ્મમ સાથે જોડાયેલી યાદો શેર કરતાં અર્જને કહ્યું કે,' શૂટિંગના પહેલા દિવસથી જ મે સખત મહેનત કરવાનું શરૂ કરી દીધું હતુ. હું હબીબ સરને એ જેવું કામ ઈચ્છતાં તેવું આપવા માગતો હતો. જ્યારે તમે અક ફિલ્મ બનાવતા હોચ ત્યારે પરિણામની ચિંતા કરતા નથી. તે સમયે માત્ર હાર્ડ વર્ક કરી કેમેરા સામે પોતાનું બેસ્ટ પર્ફોરમન્સ આપવા ઈચ્છતા હોઈએ છીએ.'
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ ફિલ્મે અર્જુન કપૂરને ખુદ પર વિશ્વાસ કરવાનું શિખવ્યું. અર્જુનનું કહેવું છે કે, 'જ્યારે મે આ ફિલ્મને પૂર્ણ કરી અને જ્યારે મે તેને જોઈ ત્યારે મને લાગ્યું કે હવે હું કેમેરા સામે પોતાને રજૂ કરવા સક્ષમ છું. આ ભાવનાએ મારો આત્મવિશ્વાસ વધાર્યો. મને ભરોસો આવ્યો કે જો હું આ રીતે કામ કરતો રહીશ તો જલ્દી જ કોમર્શિયલ હિરો બની શકીશ. તે એક સમય હતો જ્યારે મારા માટે આત્મવિશ્વાસ ખુબ જ મહત્વનો હતો, અને એ વસ્તુ મને ફિલ્મ 'ઈશકજાદે' માંથી મળી.'
'ઈશકજાદે' યશરાજ ફિલ્મસ બેનર હેઠળ બનેલી એક રોમેન્ટિક ડ્રામ ફિલ્મ હતી. જેનું નિર્દેશન હબીબ ફેજલે કર્યુ હતું. આ ફિલ્મમાં અર્જુન સાને પરિણીતી ચોપરા મુખ્ય ભુમિકામાં હતા. આ ઉપરાંત ગોહર ખાન, અનિલ રસ્તોગી, શશાંક ખેતાન જેવા કલાકારો પણ આ ફિલ્મમાંં સામેલ હતા.