આ તસ્વીરમાં મલાઈકા સફેદ રંગના પોશાકમાં જોવા મળી રહી છે. સાથે જ આ તસ્વીરના કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું છે કે, 'સિલુએટ'. આ પોસ્ટ પર અર્જુને રમૂજી ટિપ્પણી કરતા કમેન્ટ કરી કે, 'સારા વિચાર સાથેનું લેખન પસંદ આવ્યું'. લાંબા સમયથી પોતાના સંબંધને છુપાવી રાખનારો અર્જુન અને મલાઈકા હવે જાહેરમાં પોતાના પ્રેમને સ્વીકારે છે.
આ મહીનાની શરૂઆતમાં મલાઈકાએ પ્રેમ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં અભિનેત્રીએ અર્જુનને ટેગ કર્યો હતો.