મુંબઈ: અભિનેત્રી-નિર્માતા અનુષ્કા શર્મા આ દિવસોમાં ખૂબ જ ખુશ છે કેમ કે, તેની પ્રોડક્શન કંપની દ્વારા બનાવવામાં આવેલી પહેલી વેબ સિરીઝ 'પાતાલ લોક' પ્રેક્ષકોને પસંદ આવી રહી છે. અનુષ્કા કોઈ પણ એક વસ્તુને ક્રેડિટ આપવા માગતી નથી, પરંતુ આ સિરીઝ બનાવવા માટે જે લોકોએ મહેનત કરી છે તે બધાને તે ક્રેડિટ આપે છે.
અનુષ્કાએ કહ્યું કે, "જ્યારે અમે આ સિરિઝ બનાવી રહ્યા હતા ત્યારે વિચાર્યું ન હતા કે તે શ્રેષ્ઠ શો હશે, અમે ફક્ત એક વાર્તા કહેવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને અમે અમારી વાર્તા દર્શકો સુધી પહોચાડી છે. આજે, જ્યારે આ શોની એટલી પ્રશંસા થઈ રહી છે કે , ત્યારે તે ખુબ ખુશ છે "તેણે આગળ કહ્યું કે, તે અને તેનો ભાઇ કોર્નેશ પહેલાથી જ અમુક વસ્તુઓથી પ્રેરિત થયા છે.
અનુષ્કાએ કહ્યું, "ઓટીટી પ્લેટફોર્મ તમને આયર્લેન્ડ, તુર્કી, અમેરિકા, ઇઝરાઇલ, યુનાઇટેડ કિંગડમ સહિત વિશ્વના તમામ ભાગોમાં બનાવવામાં આવતી વાર્તાઓમાંથી એક પ્રકારનો આઇડિયા લઇ શકો. આના પર તેમે વિશ્વના અનેક વાર્તાઓ જોઇ શકો છો અને તેનાથી પ્રેરણા પણ લઇ શકો છો."
અનુષ્કાની પ્રોડક્શન કંપની અગાઉ 'NH 10', 'ફીલૌરી' અને 'પરી' જેવી ફિલ્મ્સનું નિર્માણ કરી ચૂકી છે. તે કહે છે કે તેણે ડિજિટલની આકર્ષક દુનિયામાં પ્રવેશ કર્યો કારણ કે તે ફિલ્મ નિર્માતાઓને પોતાની લાગણી વ્યક્ત કરવાનો એક પ્લેટફોર્મ પૂરૂ પાડે છે. તેણે વધુમાં કહ્યું કે, "હું ઓટીટી પ્લેફોર્મને ફિલ્મ નિર્માતાઓ માટે એક તક તરીકે જોઉં છું, જેમાં તમે શો સાથે લાંબા સમય માટે અનોખી વાર્તાઓ રજૂ કરી શકો છો, કેમકે આમા કઇ સમયમર્યાદા હોતી નથી."
તેણે આગળ કહ્યું કે, "હું માનું છું કે ઓટીટી પ્લેટફોર્મ એ આપણી સમક્ષ પ્રસ્તુત એક મહાન વસ્તુ છે કારણ કે તે એક વાર્તાને ખુલ્લેઆમ કહેવાની મંજૂરી આપે છે. તમે વાર્તાના વિવિધ પાસાઓ વિશે વાત કરી શકો છે અને સાથે સાથે અન્ય ઘણા મુદ્દાઓ પર કામ કરી શકો છો."