મુંબઇ: અભિનેત્રી અનુષ્કા શર્મા કહે છે કે, તેમણે સ્ટાર પોઝિશન બાદ 25 વર્ષની ઉંમરે નિર્માતા બનવાનું નક્કી કર્યું છે. જેથી તે બોલિવૂડમાં મહિલાઓ માટે નવીન સામગ્રીનું નિર્માણ કરી શકે. તેમનું કહેવું છે કે, તેણે પોતે બનાવેલી ફિલ્મમાં અભિનય કરવા માટે ફિલ્મો બનાવવાની શરૂઆત કરી નથી.
અનુષ્કાએ કહ્યું કે, "મેં નિર્માતા બનવાનું નક્કી એટલે કર્યું હતું કે, હું તે પરિસ્થિતિનો લાભ લઈ શકું અને સારી ફિલ્મો બનાવી શકું. મેં પોતાને 'સ્ટાર' બનાવવા માટે ફિલ્મોનું નિર્માણ શરૂ કર્યું નથી. અભિનેત્રી અનુષ્કા શર્મા જણાવ્યુ કે "હું લેખકો સાથે વાત કરીશ, તેમની સાથે વસ્તુઓ વિશે ચર્ચા કરીશ કે અમુક પ્રકારની ફિલ્મો કેમ બનાવવામાં નથી આવતી."