મુંબઈ: અભિનેત્રી પાયલ ઘોષના કથિત જાતીય સતામણીના કેસમાં મુંબઈ પોલીસે ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપને સમન્સ મોકલ્યું છે. પોલીસે અનુરાગને ગુરુવારે સવારે 11 કલાકે હાજર રહેવા કહ્યું છે.
તાજેતરમાં મીડિયા સાથે વાત કરતા, આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ અભિનેત્રી પાયલ ઘોષે કહ્યું હતું કે, તે કામના સંબંધમાં પહેલીવાર તેના મેનેજર સાથે અનુરાગ કશ્યપની ઓફિસે ગઈ હતી, જ્યાં મારી તેમની સાથે મુલાકાત થઈ હતી. તે બાદ તેમણે મને કામ વિશે વાત કરવા માટે તેમના ઘરે બોલાવી જ્યાં તેમણે મારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું હતું.
પાયલે કહ્યું, 'મારે તેની સાથે કોઈ વિશિષ્ટ વાતચીત થઈ નથી, કે હું તેમને સારી રીતે ઓળખતી પણ નથી. જો કોઈ તમારી પાસે આવે છે અથવા કામ માટે પૂછે છે, તો પછી કોઈ વ્યક્તિ કોઈની સાથે આટલું ખોટું કેવી રીતે કરી શકે છે, પરંતુ આ વસ્તુમાંથી બહાર આવ્યા બાદ, હું ખુશ છું. કારણ કે, હું લાંબા સમયથી આ વસ્તુને દબાવતી હતી.
આ પહેલા 19 સપ્ટેમ્બરે અભિનેત્રી પાયલ ઘોષે નિર્માતા-દિગ્દર્શક અનુરાગ કશ્યપ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. પાયલે જાતીય સતામણીનો આરોપ લગાવી પીએમ મોદીની મદદની વિનંતી પણ કરી હતી. એક ટ્વીટમાં તેણે પોતાની સુરક્ષાને પણ ખતરો જણાવ્યો હતો.
અનુરાગ કશ્યપ પર જાતીય સતામણીનો આરોપ લગાવી અભિનેત્રી પાયલ ઘોષે ટ્વીટ કરીને લખ્યું છે કે, 'અનુરાગ કશ્યપે મને ખૂબ જ ખરાબ રીતે મજબુર કરી છે. મારી સલામતી જોખમમાં છે. પાયલે પીએમ નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કાર્યાલયને ટેગ કરતા એક ટ્વીટમાં લખ્યું છે કે, "વડાપ્રધાન, કૃપા કરીને પગલાં લો અને એક સર્જનાત્મક માણસની પાછળ છુપાયેલા રાક્ષસનો ચહેરો દેશની સામે લાવો.