મુંબઈ: અનુરાગ કશ્યપ માને છે કે, શૂટિંગ એ એક ઓર્ગેનિક પ્રોસેસ છે. કોવિડ -19ના સમયગાળા પછી દરેક લોકોને અનુકૂળ થવામાં સમય લાગશે, પરંતુ આપણે બધાએ આ સ્થિતિને સ્વીકારવી પડશે, કારણ કે આ પરિસ્થિતિ માટે આપણે જ જવાબદાર છીએ.
અનુરાગએ IANSને જણાવ્યું કે, "શૂટિંગને કેટલાક પ્રતિબંધો સાથે મંજૂરી આપવામાં આવી રહી છે. શૂટિંગ એક ઓર્ગેનિક પ્રોસેસ છે. તેને અનુકૂળ થવામાં સમય લાગશે, પરંતુ આપણે બધાએ આ સ્થિતિને સ્વીકારવી પડશે, કારણ કે દુનિયાને આ સ્થિતિ પર લાવવા સંપૂર્ણપણે આપણે જવાબદાર છીએ. તે આપણા લોભ, વૈભવી જીવન અને જીવનશૈલીનું પરિણામ છે. મને લાગે છે કે, આ સુધારવાનો સમય છે અને આપણે બધા ખૂબ પ્રયાસ કરી રહ્યા છીએ. "
આ પહેલા, IANSને આપેલા ઇન્ટરવ્યુમાં અનુરાગે ફિલ્મના શૂટિંગની પ્રક્રિયામાં પરિવર્તન વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
તેમણે કહ્યું, "એક સમય હતો જ્યારે મને સ્ક્રીપ્ટને ચોક્કસ દિશામાં લઈ જવી હતી. જ્યારે પણ હું આ કરવાનો પ્રયત્ન કરતો, ત્યારે મને કેહવા માટે મારી ટીમ હતી. રાહુલ, મારા યુનિટનો બીજો નિર્દેશક, જે હંમેશા મને સાવચેત કરતા રહ્યા. તેઓ બધા કહેશે, "આ અનુરાગ કશ્યપની ફિલ્મ બની રહી છે."