આ વીડિયોમાં અભિનેતાએ કહ્યું કે, UNમાં 'વર્તમાન વિશ્વમાં ગાંધીનું મહત્વ' કાર્યક્રમમાં ભાગ લેવો અને અહીં રહેવુ તેની ફિલીંગ કમાલની છે. હું ખુબ ખુશ છું, ખરેખર બહુ સારુ લાગી રહ્યું છે. ભારતે યૂએનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંઘીની 150મી જન્મજંયતી મનાવવા માટે કાર્યક્રમ હોસ્ટ કર્યો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત આજના સમયમાં મહાત્માના વિચારોની જરુરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. વર્લ્ડ લીડર્સ જેમાં PM નરેન્દ્ર મોદી, બાંગ્લાદેશના PM શેખ હસીના, સિંગાપોરના PM લી શિંગ લૂંગ અને સાઉથ કોરીયન રાષ્ટ્રપતિ મૂન-જે-ઇન પણ ન્યૂયોર્કના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.