મુંબઈઃ ગાયક સંગીતકાર અનુ મલિક કોવિડ 19ની મહામારી વચ્ચે લોકોને મનોરંજન પુરૂ પાડવા માટે એક નવું ગીત લાવ્યાં છે. આ ગીતનું નામ છે 'હેપી હેપી રહેને કા પ્લીઝ ડોન્ટ વરી'.
આ ગીતને લઈ અનુ મલીકે કહ્યું કે, ' કોરોનાવાઈરસને લઈ ચાલી રહેલા લોકોડાઉન દરમિયાન જે લોકો ઘરમાંં બેઠા છે, તેમને મનોરંજન પુરૂ પાડવા માટે હું ગીત લઈને આવ્યો છું.' આ ગીતમા અનુ મલીક ઘરનું કામ કરતાં જોવા મળી રહ્યાં છે, જેમ કે, પોતું મારવું ચા બનાવવી વગેરે જોવા કામ કરતાં દેખાઈ છે.
ગીત લખવા પાછળનું કારણ અનુ મલિકે જણાવ્યું કે,'આ ગીત એકદમ મારા મગજમાંં આવ્યું. હું ઘરમાંં બેઠો હતો, મને વિચાર આવ્યો કે, દરેક લોકો કોઈને કોઈ દુખ, હતાશા અને લાચારીમાંથી પસાર થઈ રહ્યાંં છે. બાદમાં અચાનક મારા મગજમાં 'હેેપી હેપી રહેને કા પ્લીઝ ડોન્ટ વરી' લાઈન આવી. મે આ લાઈન ગીતકાર કુમાર સાથે શેર કરી અને તેમને બહુ જ પસંદ આવી. તેમણે મને આખા ગીતના બોલ 20માં મોકલ્યા અને મે 10 મીનીટમાં તે ગીતને કંપોઝ કર્યુ.'