- અનુ મલિક ફરી પાછા ફસાયા વિવાદમાં
- ઈઝરાયેલના રાષ્ટ્રીય ગીતની ધૂન ચોરી કરવાનો આક્ષેપ
- સોશ્યલ મિડિયા પર જબરજસ્ત થયા ટ્રોલ
હૈદરાબાદ : જાણીતા સંગીતકાર અનુ મલિક (Anu Malik) એક વાર ફરી વિવાદોમાં ફંસાઈ રહ્યા છે.આ વખતે તેમના પર ઈઝરાયેલના રાષ્ટીય ગીતની ધૂન ચોરવાનો આરોપ છે.આ વાતનો ખુલાસો ઓલ્પિક ટોક્યો 2020 (Olympic Games Tokyo 2020)માં થયો હતો. ઓલ્પિકમાં ઈઝરાયેલનો એક ખેલાડિ જીત્યો ત્યારે આખા સ્ટેડિયમમાં ઈઝરાયેના રાષ્ટ્રીય ગીતની ધૂન વાગતી હતી ત્યારે એક વ્યક્તિનું આ ધૂન પર ધ્યાન ગયુ અને તેણે અનુ મલિકને ટ્રોલ કરવાનું શરૂ કર્યુ.
સોશ્યલ મિડિયા પર ટ્રોલ
ઓલ્પિક ગેમ્સ ટોક્યો 2020માં ઈઝરાયેલના જિમનાસ્ટ ડોલ્ગોપયાતએ ગોલ્ડ મેડલ જીત્યું હતું. આ અવસરે આખા સ્ટેડિયમમાં ઈઝરાયેલનું રાષ્ટ્રીય ગીતથી ગૂંજી રહ્યું હતું જ્યારે એક વ્યક્તિએ આ ધૂન સાંભળી ત્યારે અનુ મલિક દ્વારા અજય દેવગનની ફિલ્મ દિલજલે (1996)નું દેશભક્તિ ગીત મેરા મુલ્ક, મેરા દેશ યાદ આવ્યું અને આ વાતને સોશ્યલ મિડીયા પર શેર કરી દીધું.
આ પણ વાંચો : રાજકોટથી પ્રથમ વાર સુરત આવનાર ગૌરવ અને ગરિમા 14 દિવસ માટે ક્વાટેનટાઇન થયા
રાષ્ટ્રીય ગીતની ચોરી
આ વ્યક્તિએ અનુ મલિક પર આરોપ લગાવ્યો છે કે તેણે ઈઝરાયેલના રાષ્ટ્રીય ગીતની ધૂન ચોરી કરી છે. સોશ્યલ મિડીયા પર અનુ મલિકને જબરજસ્ત ટ્રોલ કરી રહ્યા છે. હાલમાં અનુ મલિકનુ નામ ટ્વિટર ટ્રેન્ડ કરી રહ્યું છે. અનુ મલિક દ્વારા કંપોઝ કરવામાં આવેલું દેશ ભક્તિ ગીત મેરા મુલ્ક મેરા દેશ અને ઈઝરાયેલના રાષ્ટ્રીય ગીતની ધૂન સાંભળવામાં એક સરખી લાગી રહી છે, બંન્ને ધૂનો વચ્ચે અંતર કરવું મૂશ્કેલ છે.
આ પણ વાંચો : વિજયભાઇના નેતૃત્વમાં વિકાસના કામો થઇ રહ્યા છે , આજે કોઇ રાજકીય ચર્ચા થઇ નથી : વજુભાઈ વાળા