મુંબઈ: સોનમ કપૂર અને આનંદ આહુજાએ 8 મે 2018 ના રોજ લગ્ન કર્યા હતા. તો નેહા ધૂપિયા અને અંગદ બેદીએ બે દિવસ પછી લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા, જ્યારે તેમણે સોશિયલ મીડિયા પર તેમના લગ્નના ફોટા શેર કર્યા હતા. બોલિવૂડના સૌથી સુંદર કપલોમાંથી એક નેહા ધૂપિયા અને અંગદ બેદી આજે તેમના લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે. લોકડાઉન દરમિયાન નેહા અને અંગદ અન્ય સેલિબ્રિટીઝ સાથે ઘરે સમય પસાર કરી રહ્યા છે, પરંતુ આ બંનેએ તેમની વર્ષગાંઠને ખાસ બનાવવા માટે ઈન્સ્ટાગ્રામ લાઇવ પર ચાહકો સાથે ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. જેની જાહેરાત તેણે એક પોસ્ટ દ્વારા કરી દીધી છે. તેમનું ઇન્સ્ટા લાઇવ આજે સાંજે સાડા સાત વાગ્યે યોજાશે.
આપણે બંનેની લવ સ્ટોરી વિશે વાત કરીએ તો તેની શરૂઆત ઘણા સમય પહેલા થઈ ગઈ હતી. પરંતુ તે પછી તે ફક્ત એકતરફી પ્રેમ કથા હતી. એવું કહેવામાં આવે છે કે, અંગદે નેહાને પહેલી વખત જોઈ ત્યારે જ દિલ આપી દીધું હતું. પરંતુ નેહાએ તેમાં કોઈ રસ દાખવ્યો નહીં. નેહાએ તેની લવ સ્ટોરી વિશે કહ્યું કે અંગદે તેને 20 વર્ષની હતી ત્યારે પ્રથમ વખત જોઈ હતી અને તે જીમમાં હતી. નેહા કહે છે કે, અંગદે તેના મિત્રોને વચન આપ્યું હતું કે તે એક દિવસ આ છોકરી સાથે તે વાત જરૂર કરશે.
નેહાએ કહ્યું કે, આ પછી તે એક મિત્રની પાર્ટીમાં અંગદને મળી હતી, ત્યારબાદ તેણે અંગદની એક અલગ બાજુ જોઇ હતી. તે દિવસે બંનેએ ખૂબ વાતો કરી. ત્યારે પણ નેહા તરફથી કોઈ લાગણી નહોતી થઈ. એકવાર એવું બન્યું કે નેહા કોઈ ફિલ્મનું શૂટિંગ કરવાની તૈયારીમાં હતી અને તેણે તેને એક રોલ બતાવ્યો જેના માટે અંગદ ફિટ હતો. નેહાએ આ અંગે અંગદને કહ્યું અને તેણે કોઈ પણ પ્રશ્ન કર્યા વિના હા પાડી. કારણ કે અંગદ નેહા સાથે સમય વિતાવવાનું બહાનું શોધી રહ્યો હતો અને એ મળી ગયું.
નેહા અને અંગદ સાથે છે તે ફક્ત કરણ જોહરને જાણ હતી. કારણ કે તેમને એકબીજા પ્રત્યે પ્રેમની અનુભૂતિ કરણ જોહરે કરાવી હતી. એક પાર્ટીમાં કરણે બન્ને કહ્યું હતું કે, " શું તમે આ પ્રેમને જોઇ નથી શક્તા ? " એક પાર્ટી દરમિયાન ફિલ્મ નિર્માતા કરણ જોહરે નેહાને સમજાવ્યું કે, અંગદ તેના પ્રેમ માટે કેટલો પાગલ છે.
અંગદે કહ્યું કે, નેહાના પરિવાર પાસે જઇ નેહાના લગ્નની વાત કરવા માટે મેં ખૂબ જ હિંમત કરી હતી. તેણે આગળ કહ્યું કે, તેણે નેહાના ઘરે જ્યારે ગયા ત્યારે તેના પરિવારે ગુલાબ જામુન, ઢોસા, ચા અને બિયર સાથે મારૂ હાર્દિક સ્વાગત કર્યું હતું. જે બાદ જ મેં લગ્ન વિશે વાત કરી હતી.
આ મુદ્દા પર વાત કરતી વખતે જ્યારે અંગદે નેહાના ઘરે જે બન્યું તે કહ્યું, ત્યારે જાણે કોઈ બોલિવૂડ ફિલ્મનું ક્લાઇમેક્સ સીન ચાલી રહ્યું હતું તે સમય કંઇક આવું જ હતું. જ્યારે નેહાએ સ્પષ્ટ કરી દીધું હતું કે, તે એકલા હાથે નહીં કરી શકે તેથી અંગદ નેહાના ઘરે જા માટે સખત હિમત અને મહેનત કરી હતી. જે બાદ નિર્ણય ના દિવસે ખૂબ જ નર્વસ હતા.
તેમના અનુભવને યાદ કરતા અંગદે કહ્યું કે, નેહા તે સમાચારોને ખોટા સાબિત કરવા ન હતી માંગતી કે, અમે બન્ને એક બીજાને પ્રેમ કરીએ છીએ. હું ખુબ જ નર્વસ હતો જ્યારે નિર્ણય કરવાનો દિવસ હતો, જ્યારે મારે નેહાના ઘરે જઇને તેમના માતા પિતા સાથે લગ્નની વાત કરવાની હતી. કારણ કે નેહાએ આ વિશે તેના પરિવારને કોઇ પણ જાણકારી ન હતી આપી. આ બધુ મારે એકલાને કરવાનું હતું તેથી ખૂબ જ નર્વસ હતો. મેં સારો સમય જોઇને તેના માતા પિતા સાથે લગ્નની વાત કરી અને તેમના જવાબની રાહ જોવા લાગ્યો. જો કે તેમના માતા પિતા લગ્ન માટે માની ગયા હતા.
રસપ્રદ વાત એ છે કે આ સમારોહના 10 કલાક પહેલા સુધી લગ્નનું વાતાવરણ ન હતું. નેહાએ અગાઉના કોઇએ કહ્યું હતું કે, તેમના લગ્ન ખુબ જ ખાનગી રીતે થશે. નેહાએ કહ્યું કે, "કેટલીકવાર, જીવનમાં વસ્તુઓ ઘણી ઝડપથી બને છે, પરંતુ મને તેનો અફસોસ નથી. જો મને મારા લગ્ન માટે 6 મહિના કે એક વર્ષ આપવામાં આવે તો પણ મારા લગ્ન સાદગી રીતે થતા."