- બોલિવુડ અભિનેતા અનિલ કપૂરે (Bollywood Actor Anil Kapoor) ઈન્સ્ટાગ્રામ (Instagram) પર શેર કર્યો વીડિયો
- વીડિયોમાં 64 વર્ષીય અનિલ કપૂર (anil kapoor) રનિંગ કરી રહ્યા છે
- અનિલ કપૂરના (anil kapoor) ફેન્સે વીડિયોના કર્યા વખાણ
અમદાવાદઃ બોલિવુડ અભિનેતા અનિલ કપૂર (Bollywood Actor Anil Kapoor) ફરી એક વાર પોતાની સોશિયલ મીડિયાની (Social Media) પોસ્ટના કારણે ચર્ચામાં આવ્યા છે. હાલમાં જ અનિલ કપૂરે ઈન્સ્ટાગ્રામ (Instagram) પર પોતે રનિંગ કરતા હોય તેવો વીડિયો શેર કર્યો છે.
આ પણ વાંચો- ટાઈગર 3 ફિલ્મમાં કયા નવા કલાકારની થઈ એન્ટ્રી? જાણો
વીડિયો પરથી અનિલ કપૂરની ફિટનેસનું કારણ જાણી શકાય છે
64 વર્ષીય અનિલ કપૂરને (Anil Kapoor) આવી રીતે દોડતા જોઈને ખબર પડી જાય છે કે, તેઓ પોતાને આટલા ફિટ કઈ રીતે રાખે છે. તેમનો આ વીડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ વીડિયોની સાથે કેપ્શનમાં તેમણે લખ્યું હતું કે, ફરી એક વાર ટ્રેક પર પરત ફરતા હું ખૂબ જ ખુશ થયો છું. ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympics) ભારતનું ગૌરવ વધારવા જઈ હેલા ભારતીય એથ્લેટ્સથી હું પ્રેરિત થયો છું.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
વીડિયો જોઈને કોઈ પણ અનિલ કપૂરની ઉંમરનો અંદાજ ન લગાવી શકે
64 વર્ષીય અભિનેતા અનિલ કપૂરે (Anil Kapoor) વીડિયો શેર કર્યો છે. તેમાં તે કોઈ યુવાન દોડતો હોય તેની જેમ જ દોડી રહ્યા છે. આ વીડિયોને જોઈને કોઈ કહી ન શકે કે અનિલ કપૂરની ઉંમર 64 વર્ષ છે. તો અનિલ કપૂરના (Anil Kapoor) આ વીડિયો પર અનેક બોલિવુડ કલાકાર કમેન્ટ કરી રહ્યા છે. અભિનેતા નીલ નીતિન મુકેશે આ વીડિયો પર કમેન્ટ કરતા લખ્યું હતું કે, તમે લોકોની પ્રેરણા છો. આ વીડિયોમાં અનિલ કપૂરને (Anil Kapoor) તેમનો ટ્રેનર સતત મોટિવેટ કરતો જોવા મળે છે. તો એક યુઝરે લખ્યું હતું કે, ઓલિમ્પિકમાં જવાની તૈયારી કરી રહ્યા છો કે શું.