ડાયરેક્ટરે કેપ્શનમાં લખ્યું છે કે, 'ઈરફાન ખાન તમે અવિશ્વસનિય છો. તમે એક પ્રતિષ્ઠિત અભિનેતા પણ છો. હું તમને ખૂબ જ પ્રેમ કરુ છું.' વધુમાં હોમીએ લખ્યું કે, 'હું કાંઈ પણ સંજાગોમાં આ ફિલ્મને બનાવવા માગતો હતો. આ ફિલ્મને બનાવવી અશક્ય લાગી રહી હતી. પરંતુ આ ફિલ્મ બની ગઈ છે. ફિલ્મને બનાવવી એ ખૂબ જ લાગણીશીલ યાત્રા હતી. હું ફિલ્મના કાસ્ટ અને ક્રૂ મેમ્બરનો આભાર માનું છું, જેમણે આ ફિલ્મને પૂરી કરવામાં મારો સાથ આપ્યો છે.'
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
કેન્સરની સામે જંગ જીત્યા બાદ અંગ્રેજી મીડિયમ ઈરફાનની કમબેક ફિલ્મ છે. અભિનેતાને કામની સાથે ડૉક્ટર્સની સારી સંભાળ મળી રહે એવા માટે ફિલ્મની વધુ શૂટિંગ લંડનમાં કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં કરીના કપૂર લંડન પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય રાધિકા મદાન, ડિંપલ કપાડિયા, દીપક ડોબરિયાલ અને મનુ ઋષિ મુખ્ય ભૂમિતામાં જોવા મળશે. રાધિકા ઈરફાનની દીકરીના કિરદારમાં જોવા મળશે. જે અભ્યાસ માટે લંડન જાય છે. ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.