અથિયા તથા નવાઝુદ્દીન સિદ્દીકી સિવાય આ ફિલ્મમાં વિભા ચિબ્બર, નવની પરિહાર, વિવિેક મિશ્રા,કરૂણા પાન્ડે,સંજીવ વત્સ,અભિષેક રાવત,સપના સૈન્ડ તથા ઉષા નાગર પણ જોવા મળશે.આ ફિલ્મના ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે, પુષ્પીન્દરની નોકરી નથી અને સામાન્ય પરિવારમાંથી આવે છે અને દેખાવમાં પણ સારો નથી. તો અથિયા શેટ્ટીએ ફિલ્મમાં અનિતાનો રોલ પ્લે કર્યો છે અને તેને એનઆરઆઈ સાથે લગ્ન કરવા છે.
ટ્રેલરમાં તેની એન્ટ્રી એમ કહેતા થાય છે, ‘હમાર બ્યાહ હો કે રહેંગા.અમેરિકા, પેરિસ ઔર લંડન નહીં ગઈ તો ક્યા? નેપાલ, શ્રીલંકા, ભૂતાન તો મિલેંગા.’ નવાઝ તથા આથિયા ફિલ્મમાં એકબીજાને મળે છે અને તેમના લગ્ન થાય છે. જોકે, લગ્ન બાદ આથિયાને ખ્યાલ આવે છે કે નવાઝ એનઆરઆઈ નથી અને દુબઈમાં તેની નોકરી જતી રહી છે એટલે તે ભારત પરત ફર્યો છે. હવે, બંને સાથે જીવે છે કે અલગ થઈ જાય છે, તો તે ફિલ્મ આવે એટલે ખબર. ફિલ્મની સની લિયોનીનું આઈટમ સોંગ પણ છે.