હૈદરાબાદ: બોલિવૂડ અભિનેતા અમિતાભ દયાલનું બુધવારે સવારે હાર્ટ એટેક આવતા નિધન (Amitabh Dayal Death) થયું છે. અભિનેતા અમિતાભ દયાલને 17 જાન્યુઆરીએ જ્યારે પહેલીવાર હુમલો આવ્યો ત્યારે તાત્કાલિક તેમને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં (Mumbai Nanavati Hospital) દાખલ કરવામાં આવ્યા હતા.
13 દિવસ બાદ હોસ્પિટલમાં અવસાન
સતત 13 દિવસ સારવાર હેઠળ હતા, ત્યારબાદ આજે બુધવારના બીજી વાર હાર્ટ એટેક આવતા તેમને બચાવી શક્યા નહી. સૂત્રો પ્રમાણે છત્તીસગઢથી તેમનો પરિવાર આવ્યા બાદ દયાલના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અભિનેતાના પરિવારમાં તેની પુત્રી અને પત્ની મૃણાલિની પાટીલ છે, જે એક ફિલ્મ નિર્માતા છે.
અમિતાભ દયાલને હજુ જીવવાની ઇરછા હતી
અમિતાભ દયાલ કગાર: લાઈફ ઓન ધ એજ 2003, રંગદારી 2012, અમિતાભ બચ્ચનની વિરુદ્ધ 2005, પી. આકાશની દિલ્લગી…યે દિલ્લગી 2005 અને ધુંઆ 2013 જેવી અન્ય ફિલ્મો માટે જાણીતા છે. બોલિવૂડ અભિનેતા અમિતાભ દયાલ થોડા દિવસ પહેલા એક વીડિયો તેના સોશિયલ મીડિયા (Social Media) પર પોસ્ટ કર્યો છે. જેના પરથી લાગી રહ્યું છે કે, તે હજુ જીંદગીની મજા લેવા માંગતા હતા. જુઓ વીડિયો..
આ પણ વાંચો: સલમાન ખાને બિગ બોસ 15ના ગ્રાન્ડ ફિનાલેમાં તેના સિંગલ હોવાને લઇને કર્યો ખુલાસો