ETV Bharat / sitara

મહાનાયક અમિતાભ બચ્ચને ઈન્સ્ટાગ્રામ પર ડોન ફિલ્મના ગીતનો વીડિયો કર્યો શેર - amitabh bachchan instagram post

હિન્દી સિનેમાના મહાનાયક અભિનેતા અમિતાભ બચ્ચન હંમેશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. ત્યારે અમિતાભ બચ્ચને બુધવારે ઈન્સ્ટાગ્રામ પર ડોન ફિલ્મના ગીત 'ખઈ કે પાન બનારસ વાલા' પર એક વીડિયો ક્લિપ શેર કરી છે, જે ખૂબ જ વાઈરલ થઈ રહી છે.

મ
author img

By

Published : Aug 12, 2021, 3:33 PM IST

  • મહાનાયક અમિતાભ બચ્ચને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો
  • ફિલ્મ ડોનના ગીત 'ખઈ કે પાન બનારસ વાલા' પર બનાવેલી વીડિયો ક્લિપ કરી શેર
  • અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે

ન્યૂઝ ડેસ્ક: હિન્દી સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી છે. તેઓ હંમેશા તેમની જૂની યાદો અને ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરતા રહેતા હોય છે. તેઓ હંમેશા પોતાની આગામી ઈવેન્ટ્સ અંગે ફેન્સને જાણકારી આપતા રહે છે. ત્યારે હાલમાં અમિતાભ બચ્ચને ઈન્સ્ટાગ્રામ પર ડોન ફિલ્મના ગીત 'ખઈ કે પાન બનારસ વાલા' પર એક વીડિયો ક્લિપ શેર કરી છે, જે ખૂબ જ વાઈરલ થઈ રહી છે. આ સાથે જ તેમણે જોરદાર કેપ્શનમાં લખ્યું હતું કે, ક્યા કિયા થા, ક્યા હો ગયા!! and for the Devnagri script challenged : ‘Kiya tha kya , kya ho gaya'!

આ પણ વાંચો- Bollywood Gossip: જાણો, પૌત્રી નવ્યા નંદાએ BigBના ફોટો પર કેવી કરી કમેન્ટ...

અમિતાભ બચ્ચન અનેક ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત

અમિતાભ બચ્ચનની આ પોસ્ટ પર તેમની પૂત્રી શ્વેતા બચ્ચન અને શ્વેતાની પૂત્રી નવ્યા નંદાએ પણ કમેન્ટ કરી છે. તો તેમના ફેન્સ પણ આ વીડિયો ક્લિપ ઘણી પસંદ કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચન 78 વર્ષની વયે પણ પહેલાની જેમ જ ફિલ્મોમાં એક્ટિવ છે. તેઓ ટૂંક જ સમયમાં રિલીઝ થનારી ફિલ્મ 'ચહેરે'માં જોવા મળશે. આ સાથે જ તે 'ગુડબાય' ફિલ્મનું પણ શૂટિંગ કરી રહ્યા છે. જોકે, તેમણે મુંબઈમાં આ ફિલ્મનું શિડ્યુલ પૂર્ણ કર્યું છે. આ ઉપરાંત તેઓ રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.