અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યાએ પિયાનો વગાડતો વીડિયો કર્યો શેર, જુઓ કઈ ધૂન પર વગાડ્યો પિયાનો - Amitabh Bachchan
હિન્દી સિનેમાના મહાનાયક અભિનેતા અમિતાભ બચ્ચન(Amitabh Bachchan)ની દોહિત્રી નવ્યા નવેલી(Nvaya Naveli) નંદા પણ અમિતાભ બચ્ચનની જેમ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. નવ્યાએ હાલમાં ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પિયાનો વગાડી રહી છે.

- અમિતાભ બચ્ચનની દોહિત્રીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો
- વીડિયોમાં નવ્યા નવેલી નંદા પિયાનો વગાડી રહી છે
- નવ્યાએ વીડિયોની સાથે કઈ ધૂન છે તે અંગે લોકોને પૂછ્યું
મુંબઈ અભિનેતા અમિતાભ બચ્ચન( Amitabh Bachchan)ની દોહિત્રી નવ્યા નવેલી (Navya Naveli) નંદાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને ધૂમ મચાવી દીધી છે. આ વીડિયોમાં નવ્યા પિયાનો વગાડી રહી છે. આ સાથે જ તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, 10 પોઈન્ટ્સ ફોર ગેસિંગ ધ સોન્ગ. એટલે કે તે આ વીડિયો શેર કરીને લોકોને પૂછી રહી છે કે, તે જે ધૂન વગાડી રહી છે તે કોની છે.
ઝોયા અખ્તરે નવ્યાના કર્યા વખાણ
નવ્યાએ પિયાનો વગાડતા વીડિયો શેર કર્યો છે જેના પર અનેક લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ સાથે જ જાવેદ અખ્તરની પૂત્રી અને ફિલ્મ નિર્દેશક ઝોયા અખ્તરે નવ્યાના વીડિયોમાં પ્રતિક્રિયા આપી નવ્યાના વખાણ કર્યા છે. આ ઉપરાતં બોલિવુડના અનેક કલાકારો નવ્યાના વીડિયોના વખાણ કરી રહ્યા છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ પણ વાંચો : Payal Rohatgi Threatening Case - સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ ટિપ્પણી ન કરવાની શરતે પાયલને મળ્યા જામીન
સોશિયલ મીડિયામાં એક્ટિવ
નવ્યા દર વખતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નવા નવા ફોટોઝ અને વીડિયોના કારણે ચર્ચામાં રહે છે. ક્યારેક તે પોતાના નાના અમિતાભ બચ્ચન તો ક્યારેક નાની જયા બચ્ચન સાથે ફોટો શેર કરીને ખુશી વ્યક્ત કરે છે. નવ્યાના આ વીડિયો પરથી લાગી રહ્યું છે કે, કદાચ તે ભવિષ્યમાં અભિનયની જગ્યાએ સિંગિંગમાં પોતાની કારકિર્દી બનાવશે. આ વીડિયોની સાથે જ નવ્યાનું હિડન ટેલેન્ટ સામે આવ્યું છે, જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
આ પણ વાંચો : મલાઈકા અરોરા, રકુલ પ્રીત સિંહ અને સોફી ચૌધરી મુંબઈમાં થયા સ્પોર્ટ