મુંબઇ : કોરોના વાયરસના પ્રકોપથી સમગ્ર દુનિયામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તે દહેશત વચ્ચે મહાન અભિનેતા અમિતાભ બચ્ચને રવિવારે વાયરસથી બચવા માટે એક વીડિયો શેર કર્યો હતો.
77 વર્ષીય અભિનેતાએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર કોરોના વાયરસથી બચવા માટે ઉપાય જણાવતા એક એનિમેટેડ વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું છે કે, 'દરેક વ્યક્તિએ આપણામાંથી દરેક માટે પ્રયાસો કરવાની જરૂર છે. સુરક્ષિત રહો.'
બૉલિવૂડ ઇન્ડસ્ટ્રીના કેટલાક મહાન નામ કોરોના વાયરસના પ્રસાર વિશે જાગૃતતા ફેલાવવા માટે યોગદાન આપી રહ્યા છે.
-
T 3470 - Each of us needs to make that effort for each of us ..
— Amitabh Bachchan (@SrBachchan) March 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Be safe ! Be well !!
Video Courtesy : @archohm @Sourabharchohm @TDV_India @IndiaDfi pic.twitter.com/Dk72na6WdM
">T 3470 - Each of us needs to make that effort for each of us ..
— Amitabh Bachchan (@SrBachchan) March 15, 2020
Be safe ! Be well !!
Video Courtesy : @archohm @Sourabharchohm @TDV_India @IndiaDfi pic.twitter.com/Dk72na6WdMT 3470 - Each of us needs to make that effort for each of us ..
— Amitabh Bachchan (@SrBachchan) March 15, 2020
Be safe ! Be well !!
Video Courtesy : @archohm @Sourabharchohm @TDV_India @IndiaDfi pic.twitter.com/Dk72na6WdM
આ પહેલા પણ દુનિયાભરમાં ફેલાઇ રહેલા કોરોના વાયરસ સંબંધિત એક વીડિયો અમિતાભ બચ્ચને શેર કર્યો હતો. જેમાં તે પોતાની એક સ્વરચિત કવિતા સંભાળવી રહ્યા હતા. આ વીડિયોમાં અભિનેતાએ લોકોને સાવધાની રાખવા અપીલ કરી હતી.
વધુમાં જણાવીએ તો બિગ બી છેલ્લા 37 વર્ષોથી દર રવિવારે જુહૂ સ્થિત પોતાના આવાસ 'જલસા'માં પ્રશંસકોને મળે છે. તેને આ સાપ્તાહિક મિલન કાર્યક્રમનું નામ 'સન્ડે દર્શન' રાખ્યુ છે, પરંતુ કોરોના વાયરસના ફેલાવવાને પગલે બિગ બીએ આ કાર્યક્રમને રદ કર્યો હતો.
આ પહેલા અભિનેત્રી કૈટરીના કૈફે પણ જણાવ્યું હતું કે, એક્સરસાઇઝ અને મેડિટેશન તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારે મજબુત કરે છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે, કોરોના વાયરસ માટે સકારાત્મક મામલે ભારતની સંખ્યા રવિવારે 107 સુધી પહોંચી છે.