- અમિતાભ બચ્ચને દિલ્હીના કોવિડ કેર સેન્ટરમાં આપ્યું 2 કરોડનુ દાન
- પ્રશાસને માન્યો આભાર
- દિલ્હીમાં કોરોનાની સ્થિતિમાં થોડો સુધારો
દિલ્હી: બોલિવૂડના પીઠ અભિનેતા અમિતાભ બચ્ચન દેશમાં કોરોના સંક્રમિત લોકોને મદદ કરવા આગળ આવ્યા છે. અમિતાભ બચ્ચને રવિવારે દેશની રાજધાનીમાં શરૂ થયેલા 300 બેડ વાળા ગુરૂ તેગ બહાદુર કોવિડ કેર સેન્ટરના સંચાલન માટે 2 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. આ માટે દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીના પ્રમુખે અમિતાભ બચ્ચનનો આભાર માન્યો છે.
પ્રશાસને માન્યો આભાર
દિલ્હી શીખ ગુરુદ્વાન પ્રબંધક સમિતિના અધ્યક્ષએ રવિવારે જણાવ્યું હતું કે આજથી ગુરુ તેગ બહાદુર કોવિડ કેર સેન્ટરનું આજથી 300 બેડ સાથે કામગીરી શરૂ કરી રહ્યું છે. “હું અમિતાભ બચ્ચનનો આ સુવિધા માટે 2 કરોડ ફાળો આપવા બદલ તેમનો આભાર માનું છું. તેમણે એમ પણ કહ્યું હતું કે, "શીખ લેજેન્ડ્રી છે."
આ પણ વાંચો : અભિષેકે ઈન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય કર્યો તો અમિતાભ બચ્ચને તેને સમજાવ્યો
પરિસ્થિતિમાં થોડો સુધાર
રવિવારે દિલ્હીમાં કોવિડ -19 ને કારણે 273 લોકોનાં મોત નીપજ્યાં, જે 21 એપ્રિલ પછીનો સૌથી નીચો છે. તે જ સમયે, 13,336 નવા દર્દીઓની પુષ્ટિ થઈ છે અને ચેપ દર 21.67 ટકા છે. તે જ સમયે, આપના ધારાસભ્ય રાઘવ ચઢ્ઢાએ રવિવારે કહ્યું હતું કે 8 મેના રોજ દિલ્હીને માત્ર 499 મેટ્રિક ટન ઓક્સિજન મળ્યો છે, જ્યારે સુપ્રીમ કોર્ટે સરેરાશ 700 મેટ્રિક ટન સપ્લાય કરવાનો આદેશ આપ્યો છે. રવિવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકડાઉન એક સપ્તાહ એટલે કે 17 મે સુધી લંબાવાની જાહેરાત કરી છે. આ દરમિયાન, મેટ્રો ટ્રેનની સેવાઓ પણ બંધ રહેશે. લોકડાઉન સોમવારે સવારે પાંચ વાગ્યે સમાપ્ત થવાનું હતું, પરંતુ હવે વધારીને 17 મેની સવાર સુધી કરવામાં આવ્યું છે.