- અભિનેતા આમિર ખાનની પૂત્રીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો
- વીડિયોમાં ઈરા ખાન ચીઝ કેક સાથે નજર પડી રહી છે
- આમિર ખાન અને કિરણ રાવે અલગ થવાના નિર્ણય પછી આ વીડિયો શેર કરતા લોકોમાં ચર્ચાનો વિષય
ન્યૂઝ ડેસ્ક (Bollywood News): બૉલિવૂડ અભિનેતા આમિર ખાનની પુત્રી ઈરા ખાન (Ira Khan) પણ કોઈ સિલેબ્રિટીથી ઓછી નથી. ઈરા પોતાના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ત્યારે હાલમાં જ તેણે ચીઝ કેક ખાતો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. જોકે, શનિવારે આમિર ખાને અને તેની પત્ની કિરણ રાવે છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો તેના પછી ઈરાનો આ વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ પણ વાંચો: Talk of the B-Town: અમારા ડિવોર્સ અંત નથી, નવી શરૂઆત છે...
ઈરાની પોસ્ટથી લોકો આશ્ચર્યમાં મુકાયા
ઈરાએ આ વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યું હતું કે, આગામી રિવ્યૂ કાલે, આગળ શું થવાનું છે? જો કે, આ વીડિયોમાં ઈરા કોના માટે વાત કરી રહી છે. તે અંગે તો કોઈ સ્પષ્ટતા કરી નથી. તેની આ પોસ્ટ પછી ચારે તરફ ચર્ચા ચાલી રહી છે. આમિર ખાન અને કિરણ રાવ અલગ થવાનો નિર્ણય લેતા તે ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે ઈરાએ આ વીડિયો શેર કરીને તે ચર્ચાને વધુ વેગ આપ્યો હોય તેવું લાગી રહ્યું છે.