ETV Bharat / sitara

ફિનિશ્ડ થઈ 'અનફિનિશ્ડ', જલ્દી આવી રહી છે પ્રિયંકાની બાયોગ્રાફી... - પ્રિયંકા ચોપરા બાયોગ્રાફી

પ્રિયંકાએ એક ટ્વીટ કરી લખ્યું કે, હું મારી બુક પ્રિન્ટને લઇને ઉત્સાહિત છું. પ્રિયંકાએ ટ્વીટમાં કહ્યું કે, અનફિનિશ્ડ પૂર્ણ થઇ ગઇ છે.

પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપરા
author img

By

Published : Aug 18, 2020, 12:50 PM IST

મુંબઇ: બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાના ચાહકો માટે એક સારા સમાચાર છે. હવે ટૂંક સમયમાં પ્રિયંકા પોતાની બાયોગ્રાફી રજૂ કરશે. પ્રિયંકાએ ટ્વિટર હેન્ડલ દ્વારા ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે. પ્રિયંકા ચોપરાએ પુસ્તકના કવર પેજની એક તસવીર શેર કરી છે, જે ખૂબ જ અલગ છે. અભિનેત્રીએ પોતાના ટ્વીટમાં કહ્યું કે, આ પુસ્તક સંપૂર્ણ રીતે લખાઈ ગયું છે અને ટૂંક સમયમાં તે બજારમાં ઉપલબ્ધ થશે.

અભિનેત્રીએ લખ્યું કે, "સમાપ્ત.. પ્રથમ વખત આ શબ્દો કાગળ પર છપાયેલા જોયાની સુંદર લાગણી છે. અનફિનિશ્ડ જલ્દી જ આવી રહી છે." પ્રિયંકાએ પોતાના ટ્વીટમાં પેંગ્વિન રેન્ડમ હાઉસને ટેગ કર્યું છે, એટલે કે પ્રિયંકાએ તેનું પુસ્તક સંભવત પેંગ્વિન પબ્લિકેશન્સમાંથી પ્રકાશિત કરાવ્યું હશે. પ્રિયંકા પહેલા પણ પેંગ્વિન પબ્લિકેશન્સમાં ઘણા અન્ય કલાકારોનાં પુસ્તકો છપાયા છે.

પ્રિયંકાએ લખ્યું છે કે, મારી આત્મકથામાંના દરેક શબ્દો આત્મનિરીક્ષણ અને મારા જીવન પરની અસરો દ્વારા લાખવામાં આવ્યા છે. પ્રિયંકાના જીવનમાં ઘણું બધુ એવું રહ્યું છે, જેને ચાહકો વિગતવાર વાંચવા માગે છે. માત્ર 17 વર્ષની ઉંમરે મનોરંજનની દુનિયામાં પગ મૂક્યો હતો. મિસ ઈન્ડિયા રહી અને બોલિવૂડથી હોલીવુડ સુધીની તેની સફર નવા આવનારાઓ માટે પ્રેરણારૂપ છે. તે જોવું રહ્યું કે પ્રિયંકાના આ પુસ્તકમાં આપણને કેટલાંક નવા ખુલાસા જોવા મળે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.