ETV Bharat / sitara

ઋષિ કપૂરના અંતિમ સંસ્કારમાં જોડાયા બોલિવૂડ સ્ટાર્સ

ઋષિ કપૂરના અંતિમ સંસ્કારમાં સૈફ અલી ખાન, કરીન કપૂર, આલિયા ભટ્ટ અને અભિષેક બચ્ચન હાજર રહ્યા હતા અને તેમના પ્રિય સ્ટારને અંતિમ વિદાય આપી હતી.

ઋષિ કપૂરના અંતિમ સંસ્કારમાં જોડાયા બોલિવૂડ સ્ટાર્સ
ઋષિ કપૂરના અંતિમ સંસ્કારમાં જોડાયા બોલિવૂડ સ્ટાર્સ
author img

By

Published : Apr 30, 2020, 7:34 PM IST

મુંબઈ: અભિનેત્રી આલિયા ભટ્ટ, કરીના કપૂર ખાન, સૈફ અલી ખાન, અદાર જૈન અને અભિષેક બચ્ચન વગેરે જેવા સ્ટાર્સ ઋષિ કપૂરના અંતિમ સંસ્કારમાં જોડાયા હતા અને દુ:ખના સમયમાં રણબીર કપૂરને ટેકો આપ્યો હતો.

અભિનેતાનું આજે સવારે 67 વર્ષની વયે મુંબઇની એક હોસ્પિટલમાં નિધન થયું હતું. અભિનેતા લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. ઘણા સેલિબ્રિટી ફોટોગ્રાફરોએ ઋષિ કપૂરની અંતિમ યાત્રાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. કોવિડ-19 ને કારણે થતાં લોકડાઉનને ધ્યાનમાં રાખીને, અંતિમવિધિમાં પરિવારના તમામ સભ્યો અને મિત્રોએ માસ્ક પહેર્યા હતા.

પરિવારે સવારે પોતાના નિવેદનમાં કહ્યું, 'અમારા પ્રિય ઋષિ કપૂરનું સવારે 8: 45 વાગ્યે હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમણે 2 વર્ષ સુધી લ્યુકેમિયા સામે જંગ લડી હતી. છેલ્લે શ્વાસ સુધી તેમણે તબીબી કર્મચારીઓ અને ડોક્ટરોનું મનોરંજન કર્યું હતું. તેમને આંસુથી નહીં પણ સ્મિતથી યાદ રાખવું જોઈએ.

પત્ની નીતુ કપૂર છેલ્લે સુધી તેમની સાથે હતા. ઋષિ તેની પાછળ પુત્ર રણવીર અને પુત્રી રિદ્ધિમાં કપૂરને એકલા છોડી ગયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.