મુંબઇ: સુશાંતસિંહ રાજપૂતના અવસાનથી ફરી એકવાર બોલીવુડમાં ચાલી રહેલા નેપોટીઝમ મુદ્દો ઉભરીને બહાર આવ્યો છે. સ્ટાર કિડ્સ ફરી એકવાર ઇન્ટરનેટ યુઝર્સ દ્વારા ટ્રોલ કરવામાં આવે છે. યુઝર્સનું માનવું છે કે, અભિનેતાને બહારના હોવાને કારણે બોલીવુડમાં તક આપવામાં આવી નથી અને તેનું અપમાન કરવામાં આવ્યું છે.
સોશિયલ મીડિયા પર લોકોએ ટ્રોલ કર્યા પછી અભિનેત્રી આલિયા ભટ્ટ, કરીના કપૂર ખાન અને ફિલ્મ નિર્માતા કરણ જોહરે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કમેન્ટ સીમિત કરી દીધી છે.
ઇન્સ્ટાગ્રામ પર નેગેટિવિટીથી દૂર રહેવા માટે, આ સ્ટાર્સે કમેન્ટ સેક્શનમાં પ્રતિબંધ મૂક્યો છે અને હવે ફક્ત નજીકના મિત્રો જ તેમની પોસ્ટ પર કમેન્ટ કરી શકશે.
બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન અને તેની મિત્ર અને ચંકી પાંડેની પુત્રી અભિનેત્રી અનન્યા પાંડેએ પણ સોશિયલ મીડિયા પર ટ્રોલ થવાથી બચવા આ જ રસ્તો અપનાવ્યો હતો. આ પહેલા સોનમ કપૂરે તેના અને તેના પિતા અનિલ કપૂરના ઇન્સ્ટાગ્રામ પેજ પરના કમેન્ટ સેક્શનને બંધ કરી દીધા છે. જેથી તેઓ નફરતથી દૂર રહી શકે.
આ મુદ્દે અભિનેત્રી સોનાક્ષી સિંહા, સકીબ સલીમ, આયુષ શર્મા, ઝહીર ઇકબાલ, દિગ્દર્શક શશાંક ખેતાન વગેરેએ પણ બુલિંગ, નેગેટિવ કમેન્ટ અને પ્રતિક્રિયાઓ ટાળવા માટે ટ્વિટરને અલવિદા કહી દીધું છે.