ETV Bharat / sitara

નેપોટિઝમને લઇને આલિયા ભટ્ટે કંગના રનૌતને આપ્યો જવાબ - કંગના રનૌત

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ બોલિવૂડનો નેપોટિઝમ વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. અભિનેત્રી કંગના રનૌત સતત એક પછી એક નિવેદનો કરી આગમાં ઘી હોમવાનું કામ કરી રહી છે. અમુક સેલેબ્સ તેને ઈગ્નોર કરી રહ્યા છે જ્યારે અમુક તેને જવાબ પણ આપી રહ્યા છે. હાલમાં જ આલિયા ભટ્ટે તેના ઈન્સ્ટાગ્રામ પર કંગનાને તેના પર કરેલી એક ટિપ્પણીનો જવાબ આપ્યો હતો.

નેપોટિઝમને લઇને આલિયા ભટ્ટે કંગના રનૌતને આપ્યો જવાબ

author img

By

Published : Jul 20, 2020, 3:28 PM IST

મુંબઇ: સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ બોલિવૂડમાં શરૂ થયેલા નેપોટિઝમના વિવાદ પર અભિનેત્રી કંગના રનૌત એક પછી એક તમામ સ્ટાર સંતાનોને ટાર્ગેટ કરી તેમના વિશે વિવાદાસ્પદ નિવેદનો આપી રહી છે. તેણે અનેકવાર અભિનેત્રી આલિયા ભટ્ટ પર પણ આ મામલે નિશાન સાધ્યું છે પરંતુ આલિયા આ મામલે ચૂપ રહી હતી.

થોડા સમય પહેલા કંગનાએ એવોર્ડ સમારંભમાં કલાકારોને એવોર્ડ આપવા માટે જે પસંદગીની પ્રક્રિયા થાય છે તેના પર એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે "એવોર્ડ સમારંભમાં નેપોટિઝમ રેકેટના લીધે ગમે તે સ્ટારને એવોર્ડ આપી દેવાય છે અને જે ખરેખર લાયક હોય છે તેને અન્યાય થાય છે. દિપીકાને જ્યારે 'હેપી ન્યૂ યર' માટે એવોર્ડ મળ્યો ત્યારે તેણે કબૂલ્યું હતું કે 'ક્વીન' નું પ્રદર્શન વધુ સારુ હતું. તેને એવોર્ડ મેળવવાની ઘેલછા નથી પણ આલિયા જેવા લોકોને 'ગલીબોય' ફિલ્મ માટેના ફક્ત 10 મિનિટના રોલ માટે એવોર્ડ સ્વીકારવામાં શરમ ન આવી."

કંગનાએ કરેલી આ ટિપ્પણી પર આલિયાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ મૂકી હતી જેમાં તેણે લખ્યું, "સત્ય એ સત્ય છે , પછી ભલે કોઈ તેનો વિશ્વાસ ન કરે અને જૂઠ એ જૂઠ છે , પછી ભલે આખી દુનિયા તેનો વિશ્વાસ કરતી હોય."

આલિયાની આ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ સોશીયલ મીડીયા પર ખૂબ જ વાઇરલ થઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.