મુંબઇ: અભિનેતા અલી ફઝલનું કહેવું છે કે તે '3 ઇડિયટ્સ' અને 'ફુકરે' જેવી ફિલ્મોમાં તેના પાત્રો જોય લોબો અને ઝફર સાથે સમય પસાર કરવા માંગશે.
એક કાલ્પનિક પરિસ્થિતિને ધ્યાનમાં લેઇને, તેમને એવા બે લોકો વિશે પૂછવામાં આવ્યું કે જેમની સાથે તે સમય પસાર કરવા માંગે છે, અલીએ જવાબ આપ્યો, "હું જોય લોબોને ''3 ઇડિયટ્સ'માંથી બોલાવવાનું પસંદ કરીશ અને તેમને ગળે લગાવીશ. મને લાગે છે કે જ્યારે તેણે ફિલ્મમાં આત્મહત્યા કરી ત્યારે તેને આ એક વસ્તુની જરૂર હતી.તેઓ ઘણાં દબાણમાં હતા અને તેમની સર્જનાત્મક વિચારધારા સાંભળવા વાળું કોઇ ન હોતું.
અલીએ વધુમાં કહ્યું કે, "હું આ સમયે એકલા રહીને ઘરના બધાં કામકાજ, જેમ કે ઝાડું, પોતા મારવા, ઘર સાફ કરવું, વાસણ ધોવા. તેથી હું કંટાળો અનુભવું છું. તેથી હું ઝફરને 'ફુકરે'થી આમંત્રણ આપવા માંગુ છું. અને પછી હું તેમને ગિટાર વગાડવા અને કવિતાઓ બોલવાનું કહીશ. હું મખની પુલાવ બનાવવાનું પણ શીખ્યો છે, તેથી હું આ વાનગી બનાવીને તેમને ખવડાવીશ પન. "