ETV Bharat / sitara

કામ પર પાછા ફર્યા અલી ફઝલ, માસ્ક સાથેનો ફોટો કર્યો શેર

કોરોના વાઇરસને કારણે બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં પણ દરેક કામ લાંબા સમયથી બંધ થઈ ગયા છે. પરંતુ હવે સંપૂર્ણ તકેદારી સાથે કામ ફરી શરૂ થઈ રહ્યા છે અને આવી સ્થિતિમાં અભિનેતા અલી ફઝલ પણ લાંબા વિરામ બાદ કામ પર પાછા ફર્યા હતા. તેમણે કહ્યું, આપણે ડરવું ન જોઈએ પણ સ્વાસ્થ્ય પ્રત્યે સાવધ રહેવાની જરૂર છે.

અલી
અલી
author img

By

Published : Jul 24, 2020, 5:14 PM IST

મુંબઈ: અભિનેતા અલી ફઝલ તાજેતરમાં જ ડબિંગ માટે ઘણા સમય પછી સ્ટુડિયો પહોંચ્યા હતા.

જોકે કોવિડ રોગચાળાનો પ્રકોપ હજી યાથાવત જ છે, તેમ છતાં અલીને લાગે છે કે હવે ડરવાનો કોઈ અવકાશ નથી. અભિનેતા વેબ સિરીઝ 'મિર્ઝાપુર'ની બીજી સીઝન માટે કામ પર પરત ફર્યો છે.

તેમણે કહ્યું, "હું કામ પર જઇને ખુશ છું. આપણે ડરનો શિકાર બનવું ન જોઇએ. ડરથી કાંઈ મળતું નથી. આપણે સ્માર્ટ અને સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવાની જરૂર છે."

લોકડાઉનને કારણે, તેમના ઘરેથી કામ કરી રહેલા કલાકારો હાલમાં જ ડબિંગ માટે સ્ટુડિયોમાં એકઠા થયા હતા.

શ્વેતા ત્રિપાઠી શર્મા સહિતના તમામ કલાકારો ઉપરાંત પ્રોડક્શન ટીમના લોકોએ પણ તેમાં ભાગ લીધો હતો. આ સમય દરમિયાન, અભિનેતાઓએ ખાતરી આપી કે તેઓ સામાજિક અંતરને અનુસરે છે.

અલીએ કહ્યું, "અમે લોકડાઉન પહેલા કેટલાક એપિસોડ ડબ કર્યા હતા, કામ પર પાછા આવવું ખૂબ સારું હતું, કારણ કે તે અસામાન્ય રીતે લાંબો વિરામ હતો. અમે શો માટે લાંબા સમય સુધી શૂટિંગ કર્યું, તેથી અમે થોડો સમય લાગી ગયો. "

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.