ETV Bharat / sitara

લતા મંગેશકરના નિધન પર અક્ષય અને ટાઈગરની ફિલ્મ વિશે કરાઈ મોટી જાહેરાત - Lata Mangeshkar passed away

પૂજા એન્ટરટેઈનમેન્ટ પ્રોડક્શન હાઉસ (pooja entertainment Production house) 6 ફેબ્રુઆરીના રોજ એક બિગ ફિલ્મની જાહેરાત કરવાનું હતું, પરંતુ લતાજીના નિધનને (Lata Mangeshkar passed away) કારણે આ જાહેરાત મોકૂફ રાખવામાં આવી છે. જાણો ફિલ્મના નામ વિશે...

લતા મંગેશકરના નિધન પર અક્ષય અને ટાઈગરની ફિલ્મ વિશે કરાઈ મોટી જાહેરાત

author img

By

Published : Feb 6, 2022, 4:15 PM IST

હૈદરાબાદઃ દેશની શાન એવા લતા મંગેશકરના નિધનથી (Lata Mangeshkar passed away) દેશમાં અને બોલિવૂડમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. બોલિવૂડ સ્ટાર્સ 6 ફેબ્રુઆરીના રોજ લતાજીના નિધનને 'ડાર્ક ડે' તરીકે સંબોધીને શોક વ્યક્ત કરી રહ્યા છે. 6 ફેબ્રુઆરીના રોજ, વાસુ ભગનાનીનું પૂજા એન્ટરટેઈનમેન્ટ પ્રોડક્શન હાઉસ (pooja entertainment Production house)એક મોટી ફિલ્મની જાહેરાત (Bade Miyan Chhote Miyan announcement cancelled) કરવાનું હતું, પરંતુ લતાજીના મૃત્યુને પગલે આ જાહેરાત મોકૂફ રાખવામાં આવી છે. આ ફિલ્મને અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સ્ટારર બડે મિયાં-છોટે મિયાં કહેવામાં આવી રહી છે.

આ પણ વાંચો: લતાજી કાયમ માટે આપણી વચ્ચે સ્વર, સૂર અને સંગીતના સ્વરૂપમાં જીવંત રહેશે: ભીખુદાન ગઢવી

પૂજા એન્ટરટેઈનમેન્ટ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ કરી

પૂજા એન્ટરટેઈનમેન્ટ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી ફિલ્મને પોસ્ટપોન કરવાની માહિતી આપી છે. આ સાથે પ્રોડક્શન હાઉસે લતાજીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પોસ્ટમાં લખ્યું હતું કે, "અમે લતા મંગેશકરના નિધન પર શોક વ્યક્ત કરીએ છીએ અને તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે રાષ્ટ્ર સાથે છીએ, અમે સંગીતની દુનિયામાં તેમના અપાર યોગદાનને સ્વીકારીએ છીએ. સુપ્રસિદ્ધ સંગીત અને મેલોડી આઇકોનને પૂરું સન્માન આપતા પૂજા એન્ટરટેઈનમેન્ટ તેમની ફિલ્મની જાહેરાતને હોલ્ડ પર રાખે છે, લતાજી હંમેશા અમારી યાદમાં રહેશે અને તેમના સંગીતની જેમ તેઓ પણ અમારા આત્માને સ્પર્શી ગઇ છે'.

પૂજા એન્ટરટેનમેન્ટ 5 ફેબ્રુઆરીએ 27 વર્ષ પૂર્ણ કર્યા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર ફિલ્મ 'બડે મિયાં-છોટે મિયાં' બનાવવાની તૈયારી કરી રહ્યા છે. વાસુ ભગનાની પુત્ર જેકી ભગનાની અને પુત્રી દીપશિખા ભગનાની દેશમુખ સાથે આ ફિલ્મનું નિર્માણ કરશે. વાસુના પ્રોડક્શન હાઉસ પૂજા એન્ટરટેનમેન્ટ 5 ફેબ્રુઆરીએ 27 વર્ષ પૂર્ણ કર્યા છે. રિપોર્ટ અનુસાર આ ફિલ્મ આ વર્ષે ફ્લોર પર આવી જશે. જણાવીએ કે, અક્ષય કુમાર હાલમાં પ્રોડ્યુસર વાસુ ભગનાની સાથે ફિલ્મ 'સિન્ડ્રેલા'માં કામ કરી રહ્યો છે, જ્યારે ટાઈગરની ફિલ્મ 'ગણપથ'ના પ્રોડ્યુસર પણ વાસુ ભગનાની છે.

આ પણ વાંચો: Lata Mangeshkar Death: જાણો લતાજી કોની પ્રેરણાથી બન્યા હતા સુરોના રાણી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.