ETV Bharat / sitara

અક્ષય કુમારે બોલિવૂડ ડ્રગ્સ કનેક્શન પર કરી વાત - સુશાંત સિંહ રાજપૂત

અભિનેતા અક્ષય કુમારે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં સુશાંત સિંહ રાજપૂત અને બોલિવૂડના ડ્રગ્સ કનેક્શન મુદ્દે વાત કરી હતી. સાથે જ ચાહકોને અપીલ કરી હતી કે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક સમાન નજરથી ન જુએ. બધા સરખા નથી હોતા.

akshay kumar
akshay kumar
author img

By

Published : Oct 4, 2020, 6:46 PM IST

મુંબઈ: બોલિવૂડના સુપરસ્ટાર અક્ષય કુમારે શનિવારે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર ડ્રગ્સ કેસના આરોપનો બચાવ કર્યો હતો અને લોકોનો વિશ્વાસ ફરીથી જીતશે તેવુ વચન પણ આપ્યું હતું.

અભિનેતાએ વીડિયોમાં કહ્યું, "આજે હું તમારી સાથે ભારે હૃદયથી વાત કરી રહ્યો છું. છેલ્લા કેટલાક અઠવાડિયામાં ઘણી વાતો કહેવા માટે મનમાં આવી છે, પરંતુ બધી જગ્યાએ કેટલીક નેગેટિવિટી છે કે સમજાતુ નથી શું, કેટલું અને કોનું કહેવું? ભલે અમને સ્ટાર્સ કહેવામાં આવે, પરંતુ તમે તમારા પ્રેમથી બોલીવુડને બનાવ્યું છે અમે ફક્ત એક ઇન્ડસ્ટ્રી જ નથી, અમે દુનિયાના દરેક ખૂણામાં ફિલ્મો દ્વારા આપણી સંસ્કૃતિ અને મૂલ્યોને પહોંચાડ્યા છે.

અત્યાર સુધી ફિલ્મોના માધ્યમથી લોકો જ અનુભવે છે તે બતાવવાનો પ્રયાસ કર્યો છે. પછી ભલે તે આક્રોશ હોય, ભ્રષ્ટાચાર, ગરીબી, કે પછી બેકારી હોય. સિનેમાએ દરેક મુદ્દાને પોતાની રીતે બતાવવાનો પ્રયાસ કર્યો છે.

  • Bahot dino se mann mein kuch baat thi lekin samajh nahi aa raha tha kya kahoon, kisse kahoon. Aaj socha aap logon se share kar loon, so here goes... #DirectDilSe 🙏🏻 pic.twitter.com/nelm9UFLof

    — Akshay Kumar (@akshaykumar) October 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અક્ષયે વધુમાં કહ્યું કે, આવી સ્થિતિમાં આજે તમારી ભાવનામાં ગુસ્સો આવે છે, તો તે ગુસ્સો પણ અમારા માટે યોગ્ય છે. સુશાંતસિંહ રાજપૂતનાં અચાનક નિધન બાદ આવા અનેક મુદ્દાઓ બહાર આવ્યા છે. તેઓએ અમને પણ એટલું જ દુઃખ આપ્યું છે."

અક્ષયે કહ્યું કે, હું માનું છું કે આ અંગે જે પણ તપાસ, ઓથોરિટી અને કોર્ટ કરે છે અને જે પણ પગલાં લેવામાં આવશે તે એકદમ યોગ્ય રહેશે. મને એ પણ ખબર છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો દરેક વ્યક્તિ સંપૂર્ણ રીતે તેમની સાથે કોઓપરેટ કરશે. 'હું હાથ જોડીને કહું છુ કે, આખી ઇન્ડસ્ટ્રીને એક નજરથી જોવી તે યોગ્ય નથી'.

તેણે અંતમાં કહ્યું હતું કે, "મને હંમેશાં મીડિયાની તાકાત પર ખૂબ વિશ્વાસ છે, જો મીડિયા યોગ્ય સમયે યોગ્ય મુદ્દાઓ ઉભા કરશે નહીં, તો ઘણા લોકોને ન્યાય મળશે નહીં. હું મીડિયાને વિનંતી કરું છું કે તેઓ પોતાનું કાર્ય કરે, તમારો અવાજ ઉઠાવવાનું ચાલુ રાખે. પરંતુ, કૃપા કરીને થોડા સેન્સિટિવલી કામ કરવામાં આવે કારણ કે નેગેટીવ સમાચારો એક વ્યક્તિના વર્ષોનુ માન અને મહેનત બરબાદ કરી નાખે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.