આગામી ફિલ્મ 'ગુડ ન્યૂઝ'ને લઇને ધૂમ મચાવ્યા બાદ બોલિવૂડ ખેલાડી અક્ષય કુમાર ચાહકો માટે વધુ એક સારા સમાચાર લઈને આવી રહ્યો છે.
સ્કૈરી-થ્રિલર ફિલ્મ જેમાં ભૂમિ પેડનેકર 'દુર્ગાવતી'ના રોલમાં જોવા મળશે. વિક્રમ મલ્હોત્રા દ્વારા પ્રોડ્યુસ અને અશોક દ્વારા ડાયરેક્ટેડ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષ જાન્યુઆરીના મધ્યમાં શરૂ થશે.
અભિનેતાએ શનિવારે આ સમાચાર તેના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યા હતા.
અક્ષય હાલમાં તેની આગામી ફિલ્મને સુપરહિટ બનાવવા માટે કોઇ કસર છોડશે નહી. આ ડ્રામા ફિલ્મમાં કરીના કપુર ખાન, કિયારા આડવાણી અને દિલજીત દોસાંઝા પણ મુખ્ય ભૂમિકામાં છે.
આ ફિલ્મમાં બે યુગલ અને તેમના પ્રેમની સફરની વાત છે. ફિલ્મમાં અક્ષય અને કરીનાને એક દંપતી તરીકે બતાવવામાં આવ્યા છે.
ફિલ્મનું શૂટિંગ ગઇ નવેમ્બરે શરૂ થયું હતું. અક્ષય અને કરીના સિવાય આ ફિલ્મમાં દિલજીત દોસાંઝા ,કિયારા આડવાણી પણ મુખ્ય ભૂમિકામાં છે. દિલજીતે આ પહેલાં 'ઉડતા પંજાબ' અને 'અર્જુન પટિયાલા' જેવી હિન્દી ફિલ્મોમાં એક્ટિંગ કરી છે.
રાજ મહેતા ડાયરેક્ટેડ 'ગુડ ન્યૂઝ' આ વર્ષે 27મી ડિસેમ્બરે રિલિઝ થશે.