મુંબઇઃ કોરોના વાઇરસ દુનિયાભરમાં વધી રહ્યો છે, ત્યારે આ સમયે સરકારની મદદ માટે બૉલિવૂડ જગત પણ આગળ આવ્યું છે. અક્ષય કુમારેે પહેલા PM રાહત ભંડોળમાં 25 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું હતું અને હવે ફરી એકવાર તે મદદ માટે આગળ આવ્યા છે. અક્ષયે BMC (મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન) ને 3 કરોડ રૂપિયા ડોનેટ કર્યા છે. જેથી પીપીઇએસ, માસ્ક અને રેપિડ ટેસ્ટિંગ કિટ બનાવવામાં મદદ મળે.
અક્ષયના પૈસા ડોનેટ કરવાની જાણકારી ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે સોશિયલ મીડિયામાં આપી હતી. તેણે લખ્યું હતું કે, પીએમ કેર ફંડમાં 25 કરોડ ડોનેટ કર્યા બાદ અક્ષય કુમારે BMCને 3 કરોડ રુપિયા આપ્યા છે. જેથી પીપીઇએસ, માસ્ક અને રેપિડ ટેસ્ટિંગ કિટ બનાવવામાં મદદ મળી શકે.
અક્ષય કુમાર સોશિયલ મીડિયામાં કોરોના વાઇરસ પ્રતિ જાગૃતતા લાવવા સતત પ્રયત્નો કરી રહ્યા છે. તેને લોકોને અપીલ કરી છે કે, ઘરમાં રહો અને સુરક્ષિત રહો, તેથી આ વાઇરસના સંક્રમણથી બચી શકાય.
અક્ષય કુમારે સોશિયલ મીડિયા દ્વારા મુંબઇ પોલીસનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. મુંબઇ પોલીસનો એક વીડિયો શેર કર્યો જેમાં બતાવવામાં આવ્યું છે કે, તે લોકો મહેનતથી કામ કરી રહ્યા છે કારણ કે, આપણે સુરક્ષિત રહી શકીએ.