મુંબઈ: અભિનેતા અક્ષય કુમારે સોમવારે પીઢ હોકી ખેલાડી બલબીર સિંહના નિધન પર શોક પ્રગટ કર્યો હતો. અક્ષય કુમારે બલબીર સિંહ સાથેની એક તસવીર ટ્વિટર પર શેર કરી હતી.
-
Saddened to hear about the demise of hockey legend #BalbirSingh ji. Have had the good fortune of meeting him in the past, such an amazing personality! My heartfelt condolences to his family 🙏🏻 pic.twitter.com/knjOq7VEav
— Akshay Kumar (@akshaykumar) May 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Saddened to hear about the demise of hockey legend #BalbirSingh ji. Have had the good fortune of meeting him in the past, such an amazing personality! My heartfelt condolences to his family 🙏🏻 pic.twitter.com/knjOq7VEav
— Akshay Kumar (@akshaykumar) May 25, 2020Saddened to hear about the demise of hockey legend #BalbirSingh ji. Have had the good fortune of meeting him in the past, such an amazing personality! My heartfelt condolences to his family 🙏🏻 pic.twitter.com/knjOq7VEav
— Akshay Kumar (@akshaykumar) May 25, 2020
અક્કીએ ટ્વિટર પર લખ્યું કે, હોકીના લિજેન્ડ #બલબીર સિંહજીના અવસાન વિશે સાંભળીને દુ:ખ થયું. સદભાગ્યે ભૂતકાળમાં તેમની સાથે મુલાકાત થઈ હતી. મારી સંવેદના તેમના પરિવાર સાથે છે. સોમવારે તેમના પૌત્ર કબીરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બલબીર સિંહનું આજે સવારે નિધન થયું હતું.
બલબીર સિંહ ત્રણ વખત ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારા હોકી લિજેન્ડ હતા. તેમને લંડન(1948)માં ભારતની ઓલિમ્પિક જીતમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. જ્યારે હેલસિંકી(1952)માં વાઈસ કેપ્ટન અને મેલબોર્ન (1956)માં કેપ્ટનની ભૂમિકા નિભાવી હતી.
ઉલલેખનીય છે કે, બલબીર સિંહે પોતાની કારકીર્દિ(1947-1958) દરમિયાન 61 આંતરરાષ્ટ્રીય કેપ્સ જીતી અને કુલ 246 ગોલ કર્યા હતા. તેમને 1975ની વર્લ્ડ કપ વિજેતા ટીમના મેનેજર પણ હતા.