નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ કોરોના વાઇરસથી લડવા માટે પીએમ કેયર ફંડનું ગઠન કર્યું છે. આ નિધિમાં વડાપ્રધાન મોદીએ દેશવાસીઓની ઇચ્છાનુસાર યોગદાન આપવા માટેની અપીલ કરી છે. તેમની અપીલ બાદ બૉલિવૂડ અભિનેતા અક્ષય કુમારે ફંડમાં 25 કરોડનું યોગદાન કર્યું છે. જેમાં ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ 32 લાખ રુપિયાનું યોગદાન કર્યું છે.
અભિનેતા અક્ષય કુમારે કહ્યું કે, આ તે સમય છે, જેમાં આપણે પોતાના લોકો માટે કંઇક કરવાની જરૂર છે. હું મારી બચતમાંથી વડાપ્રધાનના પીએમ કેયર્સ ફંડમાં 25 કરોડ રુપિયાની રાશી આપું છું. આવો જીવ બચાવીએ, જાન હૈ તો જહાન...
ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ કહ્યું કે, આ સમય આપણે તમામને કોવિડ-19ને હરાવવા માટે મદદ કરવાની જરૂર છે. હું કોરોના વિરૂદ્ધ લડાઇ માટે 52 લાખ રુપિયાનું યોગદાન આપું છું. 31 લાખ રુપિયા પીએમ કેયર્સ ફંડમાં અને 21 લાખ રુપિયા ઉત્તર પ્રદેશ સીએમ આપદા રાહત ફંડમાં યોગદાન આપું છું.
આ સાથે જ સુરેશ રૈનાએ સામાન્ય લોકોથી પણ આ ફંડમાં સ્વેચ્છાએ અંશદાન કરવાની અપીલ કરી છે.
પીએમ કેયર્સ ફંડનું ગઠન થવાના તુરંત બાદ જ ભારતીય પ્રશાસનિક સેવા એસોસિએશને પણ પ્રારંભિક યોગદાનના રુપે 21 લાખ રુપિયાનો સહયોગ આપ્યો છે. આ એસોસિએશને આ ઉપરાંત એમ પણ કહ્યું કે, તમામ સભ્યો ઓછામાં ઓછા એક દિવસનું વેતન પણ આપશે.