મુંબઇ: કોરોના વાઇરસ સંકટ દરમિયાન કામ પર પાછા કેવી રીતે આવવું તે અંગે જાગૃતિ લાવતા અક્ષય કુમારની નવી શોર્ટ ફિલ્મમાં આત્મનિર્ભર બનવાનો સંદેશ છે. ગુરુવારે અક્ષયે નવી ફિલ્મ રિલીઝ કરી છે, જે 'સ્વનિર્ભર ભારત'ની કલ્પના પર આધારિત છે.
અક્ષયે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક નાનકડી ક્લિપ શેર કરી છે. જેમાં ગામના એક વ્યક્તિનું પાત્ર ભજવી રહ્યો છે. ટૂંકી ફિલ્મની શરૂઆતમાં 'પેડમેન' અભિનેતા ચહેરાના માસ્ક પહેરીને ચાલતો જોવા મળે છે, જ્યારે ગામના સરપંચ એવા વૃદ્ધ વ્યક્તિ જ તેને અટકી જવા કહે છે. જેના જવાબમાં અભિનેતા તેમને કહે છે કે, હું કામ પર પાછો ફરી રહ્યો છે, ત્યારબાદ પૂછવામાં આવે છે કે, જો તેમને કંઈ થઈ ગયું તો. જેના જવાબમાં અભિનેતા કહે છે કે, જો તે પોતાની જાતની ખૂબ કાળજી લે તો કોરોના ઇન્ફેક્શનનું જોખમ ખૂબ ઓછું છે, જેની સાથે તે દલીલ કરે છે કે, જો તેને આકસ્મિક રીતે ચેપ લાગ્યો પણ, તે પણ હજારો લોકોની જેમ સ્વસ્થ થઈ શકે છે.
-
As #IndiaFightsCorona,a short film from me to you about getting back to work but only when ur city/state officials advise you to do so.And don’t forget to do it safely!चलो India,बदलकर अपना व्यवहार,करें कोरोना पर वारl #SwachhBharatSwasthBharat@narendramodi @PMOIndia @swachhbharat pic.twitter.com/HFJ1OswoOl
— Akshay Kumar (@akshaykumar) June 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">As #IndiaFightsCorona,a short film from me to you about getting back to work but only when ur city/state officials advise you to do so.And don’t forget to do it safely!चलो India,बदलकर अपना व्यवहार,करें कोरोना पर वारl #SwachhBharatSwasthBharat@narendramodi @PMOIndia @swachhbharat pic.twitter.com/HFJ1OswoOl
— Akshay Kumar (@akshaykumar) June 4, 2020As #IndiaFightsCorona,a short film from me to you about getting back to work but only when ur city/state officials advise you to do so.And don’t forget to do it safely!चलो India,बदलकर अपना व्यवहार,करें कोरोना पर वारl #SwachhBharatSwasthBharat@narendramodi @PMOIndia @swachhbharat pic.twitter.com/HFJ1OswoOl
— Akshay Kumar (@akshaykumar) June 4, 2020
અંતે અક્ષય લોકોને પોતાની જાત સાથે સાવચેત રહેવાનું શીખવતા તેઓ કહે છે, અટકેલા જીવનને આગળ ધપાવો, દેશને આત્મનિર્ભર બનાવો. જય હિન્દ.' વીડિયો પોસ્ટ કરતાં અક્ષયે કેપ્શનમાં લખ્યું કે, '#IndiaFightsCorona મારા તરફથી એક નાનકડી ફિલ્મ,જેમાં કેવી રીતે કામ પર પાછા જઈ શકીએ એની માહિતી છે, પરંતુ આ ત્યારે જ શક્ય છે જ્યારે તમારા શહેર અધિકારીઓ તમને કામ પર જવા કહે. હા સુરક્ષિત રહેવાનું ચૂકશો નહીં...ચાલો ભારત, આપણે આપણી વર્તણૂક બદલી બધા કોરોના પર હુમલો કરીએ. સ્વચ્છ ભારત
મહત્વનું છે કે, અક્ષય કુમાર લોકડાઉનની શરૂઆતથી લોકોને કોરોના વિશે જાગૃત કરી રહ્યો છે, આ નવી શોર્ટ ફિલ્મ પણ બદલાતા સંજોગોમાં સારા પ્રયત્નોનો એક ભાગ છે.