ETV Bharat / sitara

AKSHAY KUMAR: અક્ષય કુમારની 9મી ફિલ્મની જાહેરાત, સુપરહિટ ફિલ્મની સિક્વલની તૈયારીઓ શરૂ - બોક્સ ઓફિસ

અક્ષય કુમારએ (Akshay Kumar) નવા વર્ષ પહેલા તેના ફેન્સને 'રાઉડી રાઠોર-2'ની (Film Rowdy Rathore-2) ભેટ આપી છે. જણાવીએ કે, ગયા વર્ષે ફિલ્મની કો-પ્રોડ્યુસર શબીના ખાનએ ફિલ્મની સિક્વલની વાત કરી હતી. ફિલ્મનું શૂટિંગ વર્ષ 2020માં શરૂ થવાનું હતું, પરંતુ કોરોના વાયરસ મહામારી જેવી અડચણ આવતા કામ બંધ કરી દેવામાં આવ્યું હતું.

AKSHAY KUMAR: અક્ષય કુમારની 9મી ફિલ્મની જાહેરાત સુપરહિટ ફિલ્મની સિક્વલની તૈયારીઓ શરૂ

author img

By

Published : Dec 22, 2021, 4:35 PM IST

હૈદરાબાદ: બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારનો (Akshay Kumar) અંદાજ ફુલ મોજ-મસ્તી વાળો છે. વર્ષમાં 3 થી 4 ફિલ્મો કરીને, અક્ષય માત્ર તેની બેગ નથી ભરતો ,પરંતુ ચાહકોના હાસ્યનો પીટારો પણ ભરે છે. અક્ષય કુમાર મલ્ટીપ્રકારની ફિલ્મો કરવા માટે નામના ધરાવે છે. અક્ષય પાસે હાલ આઠ ફિલ્મો લાઇનમાં છે, ત્યારે આગામી નવી ફિલ્મ 'રાઉડી રાઠોર-2'ની (Film Rowdy Rathore-2) જાહેરાત કરવામાં આવી છે, જે તેની નવમી ફિલ્મ હશે. આ ફિલ્મનો પ્રથમ ભાગ વર્ષ 2012માં રિલીઝ થયો હતો, આ ફિલ્મે એ સમયે બોક્સ ઓફિસ (Box office) પર ઘમાલ મચાવાના સાથે જબ્બર કમાણી પણ કરી હતી.

અક્ષય કુમાર વર્ષના અંત પહેલા આપશે ચાહકોને સોગાદ

અક્ષય કુમારએ નવા વર્ષ પહેલા તેના ફેન્સને 'રાઉડી રાઠોર-2'ની ભેટ આપી છે. જણાવીએ કે, ગયા વર્ષે ફિલ્મની કો-પ્રોડ્યુસર શબીના ખાનએ (Producer Shabina Khan) ફિલ્મની સિક્વલની વાત કરી હતી. ફિલ્મનું શૂટિંગ વર્ષ 2020માં શરૂ થવાનું હતું, પરંતુ કોરોના વાયરસ મહામારી જેવી અડચણ આવતા કામ બંધ કરી દેવામાં આવ્યું હતું. ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર કરી રહેલા લેખક કેવી વિજયેન્દ્ર પ્રસાદે (Author Vijayendra Prasad) ફિલ્મની વાર્તા પર કામ કરવાની માહિતી આપી હતી.

જાણો આ ફિલ્મની સ્ક્રિપ્ટ કોને લખી છે

મિડ-ડેના (Mid-day) અહેવાલ મુજબ, 'બાહુબલી'ના મહાન લેખક અને દિગ્ગજ નિર્દેશક એસએસ રાજામૌલીના પિતા કેવી વિજયેન્દ્ર (Kevi Vijayendra) ફિલ્મની સ્ક્રિપ્ટ ઉપર કામ કરી રહ્યા છે. આ ફિલ્મ સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali) પ્રોડ્યુસ કરવા જઇ રહ્યાં છે. કહેવામાં આવી રહ્યું છે કે, ફિલ્મની સ્ક્રિપ્ટ પૂર્ણ થવા પર છે.

અક્ષય કુમાર અને સલમાન ખાન વચ્ચે ફિલ્મી રેસ

તમને જણાવીએ કે, અક્ષય કુમારે અભિનય કરેલી ફિલ્મ 'રાઉડી રાઠોર' તેલુગુ ફિલ્મ 'વિક્રમાર્કુડુ'ની હિન્દી રિમેક હતી, જેને પ્રસાદએ લખી હતી. રિપોર્ટ અનુસાર, ફિલ્મની સિક્વલ માત્ર હિન્દીમાં જ બનાવવામાં આવશે. ઉલેલ્ખનીય છે કે, તાજેતરમાં જ સલમાન ખાનની ફિલ્મ 'બજરંગી ભાઈજાન'ની સિક્વલની જાહેરાત કરવામાં આવી હતી. ફિલ્મ 'બજરંગી ભાઈજાન'ની સિક્વલની સ્ક્રિપ્ટ પૂરી થઈ ગઈ છે, જેને કેવી વિજયેન્દ્ર પ્રસાદ દ્વારા જ લખવામાં આવી છે.

અક્ષય કુમાર 9 ફિલ્મમાં કામ કરશે

અક્ષય કુમારની આગામી ફિલ્મ 'OMG-2'માં 'રામ સેતુ', 'અતરંગી રે', 'પૃથ્વીરાજ', 'બચ્ચન પાંડે', 'રક્ષા બંધન', 'સિન્ડ્રેલા' અને 'ગોરખા' જેવી ફિલ્મોમાં પણ અભિનય કરશે. અક્ષય કુમારની છેલ્લી ફિલ્મ 'સૂર્યવંશી' હતી.

આ પણ વાંચો:

RANVEER SINGH FILM 83: રણવીરનો લુક જોઈને કપિલ દેવ પોતે પણ ચોંકી ગયા

Film 83: ફિલ્મ '83'ના સંદર્ભે બોલી વામિકા ગબ્બી, આ એક વિશેષઅધિકારી અને મોટી જવાબદારી છે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.