ETV Bharat / sitara

અક્ષયે બે અલગ અલગ જૂતાં પહેરી પૂછ્યો સરસ પ્રશ્ન, આપો જવાબ

author img

By

Published : Aug 18, 2021, 4:29 PM IST

બોલીવૂડના મશહૂર અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ 'બેલ બોટમ'ની તેના પ્રશંસકો દ્વારા ખૂબ ઉત્સાહ સાથે રાહ જોવાઈ રહી છે. કોરોનાકાળમાં લાંબા સમયથી પ્રિય એક્ટરને મિસ કરી રહ્યાં હો તો બસ, તમારો ઇન્તેજાર ખતમ થવામાં છે.

અક્ષયે બે અલગ અલગ જૂતાં પહેરી પૂછ્યો સરસ પ્રશ્ન, આપો જવાબ
અક્ષયે બે અલગ અલગ જૂતાં પહેરી પૂછ્યો સરસ પ્રશ્ન, આપો જવાબ

અક્ષય કુમાર અભિનીત ફિલ્મ રીલીઝ થવાની તૈયારીઓ
આગામી ફિલ્મ 'બેલબોટમ'ને લઇને કર્યો સોશિયલ મીડિયામાં પ્રચાર
ડબલ કલરના શૂઝ પહેરી કર્યો મજેદાર પ્રશ્ન

ન્યૂઝડેસ્કઃ ચાહકો બોલીવૂડના પ્રખ્યાત અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ 'બેલ બોટમ'ની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. કોરોનાને કારણે લાંબા સમયથી તેમના પ્રિય અભિનેતાને ચૂકી રહેલાં ચાહકોની રાહ હવે સમાપ્ત થવા જઈ રહી છે. અક્ષય કુમારની ફિલ્મ 'બેલ બોટમ' 19 ઓગસ્ટે થિયેટરોમાં રીલીઝ થવાની છે.જેને લઇને ફિલ્મની રીલીઝ પહેલાં અક્ષય દરેક જગ્યાએ પોતાની ફિલ્મ 'બેલ બોટમ'નો પ્રચાર કરતા જોવા મળે છે.

ડબલ કલરના શૂઝ પર પોસ્ટ
સોશિયલ મીડિયા પર પણ અક્ષય પોતાની ફિલ્મના ગીત 'સખિયાં 2.0' ને ખૂબ જ અલગ રીતે પ્રમોટ કરતા જોવા મળે છે. અક્ષયે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે ડબલ કલરના શૂઝ પહેરેલા જોઈ શકાય છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા અક્ષયે એક અદ્ભુત કેપ્શન આપ્યું છે. તેમણે લખ્યું છે, "જ્યારે આપણો આત્મા સંપૂર્ણપણે કાળો કે સફેદ નથી, તો આપણા 'શૂઝ' કેમ છે? બંનેને રીમિક્સ કરો, જૂતાનું રીમિક્સ કરો. ગીત પર નૃત્ય કરવા માટે તમારા પગ આગળ લાવો. મેળ ન ખાતી રીલ્સ શૂઝ સાથે શેર કરો અને હું તેમને અહીં શેર કરીશ." અક્ષય કુમારના આ વીડિયો પર ચાહકોની પ્રતિક્રિયા સામે આવી રહી છે.

કલાકોમાં જ મળી 7 લાખથી વધુ લાઈક્સ
અક્ષય કુમારના અભિનય, વર્તાવ અને શિસ્તના લાખો લોકો દીવાના છે. આ ઉંમરે પણ અક્ષય કુમારની ફિટનેસ બીજા માટે પ્રેરણારુપ છે. માત્ર ફિલ્મોમાં જ નહીં, પણ સોશિયલ મીડિયા પર પણ અક્ષયના ચાહકો ખૂબ મોટી સંખ્યામાં છે. આ જ કારણ છે કે માત્ર થોડા કલાકોમાં જ અક્ષય કુમારના આ વીડિયોને 7 લાખ 4 હજાર વ્યૂઝ મળ્યાં છે.

આ 54 વર્ષનો 'છોકરો' કોણ છે

ચાહકો બોલીવૂડના ખિલાડી કુમાર માટે અહોભાવ અનુભવી રહ્યાં છે. વિડીયોના કોમેન્ટ સેક્શનમાં એક ચાહકે અક્ષયની ફિટનેસની પ્રશંસા કરતા લખ્યું - 'આ 54 વર્ષનો યુવાન છોકરો કોણ છે', જ્યારે અન્ય ચાહકે લખ્યું કે, 'તમે બોલીવૂડના વાસ્તવિક ખેલાડી છો'.

આ પણ વાંચોઃ અભિનેત્રી વાણી કપૂરે અક્ષય કુમાર સાથે 'મરજાવા' ગીત પર કર્યો રોમેન્ટિક ડાન્સ, વીડિયો થયો વાઈરલ

આ પણ વાંચોઃ અભિનેત્રી ભૂમિ પેડનેકરે 'રક્ષાબંધન' ફિલ્મનું શિડ્યુઅલ કર્યું પૂર્ણ, ફરી એક વાર અક્ષય કુમાર સાથે જોવા મળશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.