પટણા/મુંબઈ: શ્રાવણ મહિનના બીજા સોમવારના રોજ ભોજપુરી અભિનેત્રી અને ગાયક અક્ષરા સિંહે શિવભક્તોને ખાસ ભેટ આપી છે.
અક્ષરાએ બાબા ભોલે નાથનો મહિમા ‘કૈલાશી’ના રૂપમાં રજૂ કર્યો છે, જે રિલીઝ થતાં જ વાયરલ થયું છે. આ પહેલા અક્ષરાનું ગીત 'ઇધર આને કા નહીં' પણ લોકોએ પસંદ કર્યું હતું.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
અક્ષરાનું ભોજપુરી કંવાડ ગીત 'કૈલાશી' તેના જ યુટ્યુબ ચેનલ અક્ષરા સિંહ ઓફિશિયલ પર રજૂ થયું છે. આ ગીતના ગીતકાર મનોજ છે. સંગીત અવિનાશ ઝા ઘુંઘુરૂએ આપ્યું છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
અક્ષરાએ આ ગીતને લઈને કહ્યું કે, "આ ગીત ભોલેનાથ કૈલાસથી દેવ નગરી બાબા ધામમાં આવી રહ્યા છે તેના પર લખાયું છે. દર વર્ષે બાબા વર્ષમાં એક વાર કૈલાસ અને કાશીને છોડે છે અને સાવન મહિનામાં તેમના ભક્તો માટે દેવઘર આવે છે. લોકોની બાબા પ્રત્યેની આસ્થા ખૂબ જ નજરે પડે છે. તેથી, દર વર્ષની જેમ, મેં પણ આ વર્ષે બાબા અને તેમના ભક્તો માટે આ ગીત ગાયું છે. હું પોતે બાબાની એક ભક્ત છું. "
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
અક્ષરાએ કરોડો ભક્તો માટે પણ વ્યથા વ્યક્ત કરી હતી, જેમની કોરોના સંકટમાં બાબા ધામમાં પૂજા નકારવામાં આવી હતી. જો કે, તેમણે કહ્યું કે, જ્યારે બાબા ભોલેનાથે લોકોની રક્ષા માટે ઝેર પી લીધું હતું, ત્યારે તેઓ ચોક્કસપણે કોરોના માટે પણ કોઈ નિવારણ કરશે.