- અજય દેવગણ નિર્દેશિત ફિલ્મ 'મેડે'નું નામ હવે 'રનવે 34' હશે
- ફિલ્મ 'રનવે 34' ઈદ પર રીલીઝ થશે
- અમિતાભ બચ્ચન પણ કરી રહ્યા છે અભિનય
મુંબઈ: બૉલિવૂડ અભિનેતા અજય દેવગણે સોમવારે કહ્યુ કે તેમના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મનું નામ હવે 'રનવે 34' હશે.આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને રકુલપ્રિત સિંહ અભિનય કરી રહ્યાં છે. પહેલા આ ફિલ્મનું નામ 'મેડે' રાખવામાં આવ્યુ હતુ. દેવગણે ટ્વિટર પર અનેક પોસ્ટર શેર કરીને ફિલ્મનું નવું નામ જણાવ્યું. અજય દેવગણ પોતે પણ આ ફિલ્મમાં અભિનય કરી રહ્યાં છે.
અજય દેવગણે ટ્વિટર કરીને આપી માહિતી
તેમણે ટ્વિટરમાં લખ્યુ, "મેડે હવે રનવે 34 બની ગઈ છે, આ ફિલ્મ સત્યઘટના પર આધારિત છે, જે મારા માટે ખાસ છે, રન વે ઈદના તહેવાર પર 29 એપ્રિલ 2022 એ રિલીઝ કરાશે, જેવું કહેવામાં આવ્યું હતું."
અજય દેવગણ નિર્દેશિત ત્રીજી ફિલ્મ
આ ત્રીજી ફિલ્મ છે, જેનું નિર્દેશન દેવગણ કરી રહ્યાં છે, આની પહેલા તેમણે 2018 માં 'યુ મી ઔર હમ' તથા 2016માં 'શિવાય' ફિલ્મનું નિર્દેશન પણ કરી ચુક્યા છે.
અમિતાભ બચ્ચનની ભૂમિકા અંગે સસ્પેન્સ
ટીમે ગત વર્ષે ડિસેમ્બરમાં શૂટિંગ શરૂ કર્યુ હતું. ફિલ્મમાં દેવગણ પાયલોટની ભૂમિકામાં અને રકુલસિંહ તેમના સહાયક પાયલોટ હશે, જ્યારે નિર્માતાઓએ બચ્ચનની ભૂમિકાની જાણકારી સાર્વજનિક નથી કરી. આ ફિલ્મમાં અંગિરા ધર પણ અભિનય કરી રહી છે.
આ પણ વાંચો અજય દેવગણનું કવિતા પઠન અને અક્ષયકુમારના ઉપરાછાપરી પ્રતિભાવ...ફેન્સ માટે આનંદભયો!