- અજય દેવગને યશ રાજની આગામી ફિલ્મ સુપરહિરો માટે ના પાડી
- આ ફિલ્મ YRF પ્રોજેક્ટ 50નો ભાગ હોવાનું કહેવાય છે
- અનન્યા પાંડેનો પિતરાઇ ભાઇ અહાન પાંડે આ ફિલ્મથી ડેબ્યૂ કરવાનો હતો
હૈદરાબાદ : બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગને યશ રાજની આગામી સુપરહિરો ફિલ્મ માટે ના પાડી દીધી છે, અનન્યા પાંડેનો પિતરાઇ ભાઇ અહાન પાંડે આ ફિલ્મથી ડેબ્યૂ કરવાનો હતો.
ફિલ્મમાં અભિનેતા વિલનનું પાત્ર ભજવવાનો હતો
અજયે YRFની આગામી સુપરહીરો ફ્લિમમાં કામ કરવા માટે હા પાડી હતી, પરંતુ ફિલ્મ સાઇન કરી નહોતી. શિવા રવૈત નિર્દેશિત આ ફિલ્મમાં અભિનેતા વિલનનું પાત્ર ભજવવાનો હતો. આ ફિલ્મ YRF પ્રોજેક્ટ 50નો ભાગ હોવાનું કહેવાય છે, જે ફિલ્મની દુનિયામાં બેનરની અડધી સદીની ઉજવણી માટે બનાવવામાં આવશે.
આ પણ વાંચો : અજય-અક્ષયની ફેન્સને વિનંતી, અમારા માટે તમે એકબીજા સાથે ના લડો
અન્ય ફિલ્મ્સના શૂટિંગમાં મોડું થવાથી સુપરહીરો ફિલ્મના શૂટિંગ માટે સમય નથી
અજયના આ નિર્ણયનું કારણ મહામારીને કારણે તમામ પ્રોજેક્ટ્સ અને રિલીઝમાં વિલંબ હોવાનું કહેવાઇ રહ્યું છે. 52 વર્ષીય અભિનેતા આરઆરઆર, મેદાન, ગંગુબાઈ કાઠિયાવાડી, મે ડે જૌસી ફિલ્મોમાં વ્યસ્ત છે. કહેવામાં આવી રહ્યું છે કે, અન્ય ફિલ્મ્સના શૂટિંગમાં મોડું થવાને કારણે અભિનેતા પાસે આ સુપરહીરો ફિલ્મના શૂટિંગ માટે સમય નથી.
આ પણ વાંચો : અજય દેવગન-કાજોલની પુત્રી ન્યાસાએ હિટ બોલિવૂડ ગીતો પર ડાન્સ કર્યો, વીડિયો વાયરલ
અજય ટૂંક સમયમાં OTT પર ડેબ્યૂ કરવા જઇ રહ્યો
અજય ટૂંક સમયમાં OTT પર ડેબ્યૂ કરવા જઇ રહ્યો છે. આ એક વેબ સિરિઝ છે. જેનું નામ 'રુદ્ર: દ એજ ઑફ ડાર્કનેસ' છે. વેબ સિરીઝમાં અભિનેતા પોલીસની ભૂમિકામાં જોવા મળશે.